Delhi Capitals Team: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023)માં શાર્દૂલ ઠાકુર (Shardul Thakur) કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે રમશે. ખરેખરમાં, દિલ્હી કેપિટલ્સે શાર્દૂલ ઠાકૂરને રિલીઝ કરી દીધો છે, વળી, શાર્દૂલની જગ્યાએ હવે ટીમમાં ઓલરાઉન્ડર અમન ખાનને સામેલ કરવામાં આવ્યો છે, અમને આઇપીએલમાં કેકેઆર તરફથી ડેબ્યૂ કર્યુ હતુ, જોકે, તેને બસ એક જ મેચ રમવાનો મોકો મળ્યો હતો. 


કોણ છે અમન ખાન -
દિલ્હી કેપિટલ્સમાં સામેલ કરવામાં આવેલો અમન ખાન મુંબઇ તરફથી ડૉમેસ્ટિક ક્રિકેટ રમે છે, તેને અત્યાર સુધી 5 લિસ્ટ એ અને 14 ટી20 મેચો રમી છે, જેમાં તેને 166 ની સ્ટ્રાઇક રેટથી 153 રન બનાવ્યા છે. વળી, બૉલિંગમાં અમને લિસ્ટ એમાં 2 અને ટી20 માં 4 વિકેટો પોતાના નામે કરી છે. વળી, શ્રેયસ અય્યરની સાથે જૂનિયર ક્રિકટ રમી ચૂક્યો છે. હવે અમન ખાનને આઇપીએલમાં દિલ્હીની ટીમમાં પોતાનો જલવો બતાવવાનો મોકો મળશે.




શાર્દુલ ઠાકુર KKRમાં રમશે - 
શાર્દુલ ઠાકુરને દિલ્હીની ટીમે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે IPL 2022માં 14 મેચમાં 15 વિકેટ લીધી હતી, જેમાં 36 રન આપીને ચારના કારકિર્દીના શ્રેષ્ઠ આંકડાનો સમાવેશ થાય છે. જો કે, તેણે આ સમયગાળા દરમિયાન 10 રન પ્રતિ ઓવરની સરેરાશથી રન બનાવ્યા હતા. બેટ વડે તેણે 10.81ની એવરેજ અને 137.93ની સ્ટ્રાઈક રેટથી 120 રન બનાવ્યા.


શાર્દુલ ઠાકુર IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમવા માટે તૈયાર છે. ગયા વર્ષે મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે તેને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શાર્દુલ ઠાકુરની ભૂતપૂર્વ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સે તેને ઓલરાઉન્ડર અમન ખાન માટે ટ્રેડ કર્યો છે.


અમનના પિતા અંડર-19 ક્રિકેટ રમી ચૂક્યા છે 
અમાન ખાન મુંબઈ તરફથી રમે છે. તેણે અત્યાર સુધીમાં 5 લિસ્ટ A અને 14 T20 મેચ રમી છે. 25 વર્ષીય ઓલરાઉન્ડરે લિસ્ટ Aમાં બે વિકેટ અને T20માં 4 વિકેટ ઝડપી છે. આ જમણા હાથના બેટ્સમેને T20 ક્રિકેટમાં 166ના સ્ટ્રાઈક રેટથી 153 રન બનાવ્યા છે. અમનના પિતા મુંબઈ તરફથી અંડર-19 ક્રિકેટ રમી ચૂક્યા છે. અમાન ખાન શિવાજી પાર્કમાં શ્રેયસ અય્યર સાથે જુનિયર ક્રિકેટ રમી ચૂક્યો છે. અમનના પિતા તેને ફાસ્ટ બોલર બનાવવા માંગતા હતા પરંતુ તે રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો. અમાને ગયા વર્ષે વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ માટે ડેબ્યુ કર્યું હતું. તે ઓફ સ્પિન બોલિંગ કરે છે.