ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં, ચાહકો સારી મેચો તેમજ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા માટે ઉત્સુક છે. આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી શિખર ધવને સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે, જ્યારે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. આ સિવાય જો ગત સિઝનની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સના શુભમન ગીલે સૌથી વધુ ચોગ્ગા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાફ ડુ પ્લેસિસે સૌથી વધુ છગ્ગા ફટકાર્યા હતા. 


IPL 2024 માં સૌથી વધારે ફોર ફટકારનારા 5 ખેલાડીઓ


વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ)- મેચ-5, રન-316 ફોર-29
સાંઈ સુદર્શન(ગુજરાત ટાઈટન્સ)- મેચ-5, રન 191, ફોર-20
સંજૂ સેમસન(રાજસ્થાન રોયલ્સ)- મેચ-4, રન 178, ફોર-17
ડેવિડ વોર્નર(દિલ્હી કેપિટલ્સ)-મેચ-5, રન -158, ફોર-16
શિખર ધવન(પંજાબ કિંગ્સ)- મેચ-4, રન-138, ફોર-16 


IPL 2024 માં સૌથી વધારે સિક્સર ફટકારનારા 5 ખેલાડીઓ 


હેનરિક  કલાસેન (સનરાઈઝર્સ હૈદરાબાદ)- મેચ-4, રન-177, સિક્સર-18
અભિષેક શર્મા (સનરાઈઝર્સ હૈદરાબાદ)- મેચ-4, રન-161, સિક્સર-15
નિકોલસ પૂરન (લખનઉ સુપર જાયન્ટ્સ)- મેચ-4, રન-178, સિક્સર-15
ટ્રિસ્ટન સ્ટબ્સ(દિલ્હી કેપિટલ્સ)- મેચ-5, રન- 174, સિક્સર-14
સુનીલ નરેન(કોલકાતા નાઈટ રાઈડર્સ) -મેચ - 3, રન-134, સિક્સર-12 


ચાલો એક નજર કરીએ IPL 2024માં કયા 5 બોલરોએ સૌથી વધુ વિકેટ લીધી?


રાજસ્થાન રોયલ્સના યુઝવેન્દ્ર ચહલ પર્પલ કેપ એટલે કે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચવામાં સફળ રહ્યો છે. તેણે 4 મેચમાં 8 વિકેટ લીધી છે. દિલ્હી કેપિટલ્સનો ખલીલ અહેમદ 7 વિકેટ સાથે બીજા સ્થાને છે. જીટીના મોહિત શર્માના નામે પણ 7 વિકેટ છે, તે ત્રીજા નંબર પર છે. CSKનો મુસ્તાફિઝુર રહેમાન 7 વિકેટ સાથે ચોથા સ્થાને છે અને MIનો ગેરાલ્ડ કોએત્ઝી પણ 7 વિકેટ સાથે 5માં નંબરે છે. આવનારા દિવસોમાં બદલાવ પણ જોવા મળશે.


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. અત્યાર સુધી 16 સીઝનમાં ઘણા નામાંકિત બોલરોએ આ કેપ જીતી છે, જેમાં ભારતીય અને વિદેશી બંને ખેલાડીઓનો સમાવેશ થાય છે. ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સના મોહમ્મદ શમીએ સૌથી વધુ વિકેટ લીધી હતી.


અત્યાર સુધી ભુવનેશ્વર કુમાર, મોહિત શર્મા, મોહમ્મદ શમી, આરપી સિંહ, પ્રજ્ઞાન ઓઝા, સોહેલ તનવીર, ડ્વેન બ્રાવો, લસિથ મલિંગા, મોર્ને મોર્કેલ, એન્ડ્રુ ટાય, ઈમરાન તાહિર, કાગીસો રબાડા, યુઝવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલ પર્પલ કેપ જીતી ચૂક્યા છે. આઈપીએલમાં, અમે તમને IPL 2024માં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.