RCB vs RR Eliminator: IPL 2024 ની એલિમિનેટર મેચ બુધવારે (Ipl 2024 eliminator) અમદાવાદમાં (Ahmedabad) રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RR vs RCB) વચ્ચે રમાવાની છે. આરસીબીએ આ મેચ પહેલા પ્રેક્ટિસ રદ કરી હતી. એક રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી (virat kohli) પર ખતરો છે. જેના કારણે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસની સાથે પ્રેસ કોન્ફરન્સ પણ રદ્દ કરવામાં આવી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
પ્રેસ કોન્ફરન્સ પણ કરી કેન્સલ
બુધવારે સાંજે રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ પહેલા RCBએ પ્રેક્ટિસ સેશન રદ્દ કરી દીધું હતું. આ સાથે બંને ટીમોએ પ્રેસ કોન્ફરન્સ પણ રદ્દ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસને તેઓ આતંકવાદી હોવાની શંકા છે. કોહલી પર ખતરાની છાયા છવાઈ રહી છે. કોહલીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ રદ કરવામાં આવી હતી.
જીતનારી ટીમ બીજી ક્વોલિફાયર રમશે
રાજસ્થાન અને બેંગ્લોરની ટીમો નોકઆઉટ મેચ રમશે. જે ટીમ આ મેચ જીતશે તે બીજા ક્વોલિફાયરમાં પ્રવેશ કરશે. અહીં તેનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થશે. IPL 2024નો બીજો ક્વોલિફાયર 24 મેના રોજ રમાશે. આ પછી ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાશે. ફાઈનલ મેચ 26 મેના રોજ ન્નાઈમાં રમાશે. એલિમિનેટર મેચમાં હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
આરસીબીનો કેવો છે દેખાવ
જો આ સિઝનમાં આરસીબીના પ્રદર્શન પર નજર કરીએ તો, ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. આરસીબીએ 14 મેચ રમી અને 7માં જીત મેળવી. તેણે છેલ્લી લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. RCBને બે મેચ રમ્યા બાદ સતત છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ પછી તેણે શાનદાર વાપસી કરી હતી. રાજસ્થાનની વાત કરીએ તો તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે છે. તેણે 14 મેચ રમી અને 8માં જીત મેળવી. રાજસ્થાનને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે તે એલિમિનેટરમાં RCB સામે મેદાનમાં ઉતરશે.
વિરાટ કોહલી છે શાનદાર ફોર્મમાં
આ સિઝનમાં અત્યાર સુધી વિરાટ કોહલીએ 14 મેચમાં 708 રન બનાવ્યા છે. જો રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફાઇનલમાં પહોંચશે તો વિરાટ કોહલી પાસે પોતાનો જૂનો રેકોર્ડ તોડવાની તક રહેશે.