KKR vs SRH, IPL 2024 Qualifier 1: બોલરોના શાનદાર પ્રદર્શન બાદ વેંકટેશ અય્યર અને કેપ્ટન શ્રેયસ અય્યરની શાનદાર અડધી સદીની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ક્વોલિફાયર-1 મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે રાહુલ ત્રિપાઠીના 55 રનની મદદથી 19.3 ઓવરમાં 159 રન બનાવ્યા હતા, પરંતુ KKRએ શ્રેયસના પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 24 બોલમાં અણનમ 58 રન અને વેંકટેશ અય્યરના 28 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 51 રન બનાવ્યા હતા અને જીત મેળવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે 13.4 ઓવરમાં બે વિકેટે 164 રન બનાવીને મેચ જીતી લીધી હતી.


હૈદરાબાદ પાસે હજુ છે મોકો


આ રીતે KKR એ ક્વોલિફાયર-1માં અજેય રહેવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો અને IPL 2024ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની. હાર છતાં હૈદરાબાદની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર નથી અને તેને ટાઈટલ મેચમાં પ્રવેશવાની વધુ એક તક મળશે. હૈદરાબાદ હવે શુક્રવારે ક્વોલિફાયર-2માં બુધવારે આરસીબી અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે યોજાનારી એલિમિનેટરની વિજેતા ટીમ સામે ટકરાશે. ક્વોલિફાયર-2ની વિજેતા ટીમ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રવિવારે યોજાનારી ટાઈટલ મેચમાં KKR સામે ટકરાશે.


કોલકાતાની જીતના આ રહ્યા હીરો



  • શ્રેયસ અય્યરઃ શ્રેયસના પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 24 બોલમાં અણનમ 58 રન બનાવ્યા હતા. તેણે વેંકટેશ અય્યર સાથે અણનમ 97 રનની પાર્ટરનશિપ કરી હતી.

  • વેંકટેશ અય્યરઃ વેંકટેશ અય્યરના 28 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 51 રન બનાવ્યા હતા અને અણનમ રહ્યો હતો.

  • મિચેલ સ્ટાર્કઃ મિચેલ સ્ટાર્કે 34 રનમાં 3 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ઓવરમાં એક અને પાંચમી ઓવરમાં બે બોલમાં બે વિકેટ લઈને સનરાઈઝર્સ હૈદરાબાદને બેકફૂટ લાવી દીધું હતું.

  • સુનીલ નારાયણઃ સુનીલ નારાયણે તેની ઓલરાઉન્ડ પ્રતિભા પ્રમાણે દેખાવ કર્યો હતો. 16 બોલમાં 21 રન બનવવાની સાથે તેણે 1 વિકેટ પણ લીધી હતી.


કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન



રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકિપર), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી


સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવન



ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નીતીશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકિપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, વિજયકાંત, ટી નટરાજન