IPL 2024: વરસાદ વિક્ષેપિત મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 158 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વરસાદના કારણે મેચ બે કલાક અને 15 મિનિટના વિલંબથી શરૂ થઈ હતી અને ઓવર પણ ઓછી કરવામાં આવી હતી. મેચને 16-16 ઓવરની કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને મુંબઈના બોલરોએ KKRના બેટ્સમેનોને રન બનાવતા રોક્યા. KKRએ 20 ઓવરમાં સાત વિકેટે 157 રન બનાવ્યા હતા. KKR માટે વેંકટેશ અય્યરે 21 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા. મુંબઈ માટે ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને અનુભવી સ્પિનર અમિત મિશ્રાએ બે-બે વિકેટ લીધી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવનઃ ફિલિપ સોલ્ટ (વિકેટકિપર), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનઃ ઈશાન કિશન (વિકેટકિપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નેહલ વાઢેરા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, અંશુલ કંબોજ, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ, નુવાન તુશારા