Rishabh Pant Penalty: IPL 2024માં દિલ્હી કેપિટલ્સ માટે મુશ્કેલીઓ વધી છે. દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત પર સ્લો ઓવર રેટની પેનલ્ટીના કારણે એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કારણે તે હવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચમાં રમી શકશે નહીં. પ્લેઓફમાં પહોંચવા માટે દિલ્હી માટે આ મોટો ફટકો છે. નોંધનીય છે કે ગત મંગળવારે દિલ્હી સ્લો ઓવર રેટ માટે દોષિત સાબિત થયું હતું, જેના કારણે દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને સજા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પંત બે વખત સ્લો ઓવર રેટના કારણે લાખો રૂપિયાનો દંડ ચૂકવી ચૂક્યો છે.






30 લાખનો દંડ અને એક મેચનો પ્રતિબંધ


IPLની આચાર સંહિતા અનુસાર, જો ટીમનો કેપ્ટન મેચમાં સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો તેને મેચ ફીના 50 ટકા અથવા 12 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી વખત સ્લો ઓવર રેટ બદલ દોષિત સાબિત થાય તો કેપ્ટનને 24 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. નિયમો અનુસાર, જો કોઈ ટીમ ત્રીજી વખત આવું કરે છે, તો કેપ્ટનને 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચના પ્રતિબંધનો સામનો કરવો પડશે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં સ્લો ઓવર રેટના કારણે માત્ર પંત જ નહીં પરંતુ ઈમ્પેક્ટ પ્લેયર્સ સહિત અન્ય તમામ ખેલાડીઓએ 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50 ટકા ચૂકવવા પડશે.


દિલ્હી કેપિટલ્સે નિર્ણયને પડકાર્યો હતો


આઈપીએલ આચાર સંહિતાની કલમ 8 મુજબ દિલ્હી કેપિટલ્સે મેચ રેફરીના નિર્ણયને પડકારતી અપીલ દાખલ કરી હતી. આ પછી અપીલ બીસીસીઆઈ લોકપાલને સમીક્ષા માટે મોકલવામાં આવી હતી. આ પછી લોકપાલે આ કેસની વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરી હતી. આ પછી મેચ રેફરીના નિર્ણયને અંતિમ અને બંધનકર્તા માનવામાં આવ્યો હતો.


IPLમાં સ્લોઓવર રેટ માટે આ રીતે દંડ ફટકારાય છે.


IPLમાં સ્લો ઓવર રેટ સાથે સંબંધિત આચારસંહિતા હેઠળ જો કોઈ ટીમનો કેપ્ટન પહેલો ગુનો કરે છે તો તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો તે કેપ્ટન IPL સીઝનમાં બીજી વખત સ્લો ઓવર રેટનો ગુનો કરે છે, તો 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો ત્રીજી વખત ભૂલ થાય છે તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ અને 30 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે છે.