Hardik Pandya Ipl 2024 Slow over Rate Fine: IPL 2024 માં 18 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ (PBKS) vs Mumbai Indians (MI) વચ્ચે મેચ હતી. મુંબઈએ આ મેચ રોમાંચક રીતે 9 રને જીતી લીધી હતી, પરંતુ મેચ બાદ હાર્દિક પંડ્યાને મોટો આંચકો લાગ્યો હતો. હાર્દિકની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની આ સીઝનમાં પ્રથમ વખત સ્લોઓવર રેટ હેઠળ બોલિંગ કરી હતી. જે બાદ BCCIએ તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.


બીસીસીઆઈએ તેની પ્રેસ રિલીઝમાં કહ્યું કે, 'આઈપીએલ આચાર સંહિતા હેઠળ આ સીઝનમાં તેની ટીમ (મુંબઈ ઈન્ડિયન્સ)નો આ પહેલો ગુનો હતો, તેથી પંડ્યાને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.'


IPLમાં આ કેપ્ટનોને દંડ ફટકારવામાં આવ્યો છે


હાર્દિક પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના કેપ્ટન શ્રેયસ ઐયર 16 એપ્રિલે IPLમાં સ્લોઓવર રેટથી ફટકો પડ્યો હતો. IPL 2024માં રાજસ્થાન રોયલ્સ સામેની ટીમની રમત દરમિયાન સ્લોઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્લોઓવર રેટના કારણે KKRને બીજી ઇનિંગની છેલ્લી ઓવરમાં નિર્ધારિત પાંચ ફિલ્ડરોના બદલે ચાર ફિલ્ડરો સાથે મેચ રમવી પડી હતી.


પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે


ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળની દિલ્હીને 3 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં 106 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં દિલ્હીએ બીજી વખત સ્લો ઓવર રેટથી બોલિંગ કરી હતી. જેના કારણે પંત અને દિલ્હી કેપિટલ્સને ભારે નુકસાન થયું છે. પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવનના અન્ય સભ્યોને (₹6 લાખ અથવા તેમની મેચ ફીના 25 ટકા, બેમાંથી જે ઓછું હોય તે) દંડ કરવામાં આવ્યો હતો.


વાસ્તવમાં IPLમાં સતત બીજી વખત સ્લો ઓવર રેટ રાખવા માટે દોષિત જાહેર થયા બાદ BCCIએ પંત અને સમગ્ર દિલ્હી કેપિટલ્સ ટીમને સજા ફટકારી હતી. પંતે બીજી વખત IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. આ પહેલા ચેન્નઈ સામેની મેચમાં સ્લો ઓવર રેટના કારણે પંતને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.


ગિલ અને સંજુ સેમસનને પણ દંડ ફટકાર્યો હતો


10 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે રાજસ્થાનને 3 વિકેટે હરાવ્યું હતું. પરંતુ મેચમાં સ્લોઓવર રેટના કારણે સંજુ સેમસન પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શુભમન IPLનો પહેલો કેપ્ટન હતો, જેને સ્લોઓવર રેટ હેઠળ દંડ ફટકારવામાં આવ્યો હતો. ચેન્નઈ સામેની આઈપીએલ મેચમાં ગિલ નિર્ધારિત સમયમાં આખી ઓવર પુરી કરી શક્યો નહોતો.


જો IPLમાં પહેલીવાર કોઈ વ્યક્તિ સ્લોઓવર રેટ માટે દોષિત સાબિત થાય છે, તો તેના પર 12 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે છે. બીજી વખત, કેપ્ટનને 24 લાખ રૂપિયા અને ટીમના સભ્યોને 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા, બેમાંથી જે ઓછું હોય તે દંડ કરવામાં આવે છે. ત્રીજી વખત કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ મુકવામાં આવે છે.