RCB vs PBKS Score: રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સની હાર, RCBએ અંતિમ ઓવરમાં મેચ જીતી
IPL 2024માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર છે. બંને ટીમો RCBના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે.
RCBએ પંજાબ કિંગ્સને ચાર વિકેટથી હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે. વિરાટ કોહલી બાદ દિનેશ કાર્તિકે આ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. બંનેએ ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 6 વિકેટ પડ્યા બાદ આરસીબીએ મહિપાલ લોમરરને બેટિંગ માટે મોકલ્યો હતો. 177 રનનો પીછો કરતી વખતે RCBએ 16.2 ઓવરમાં 130 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે પંજાબ આ મેચ જીતશે, પરંતુ મહિપાલ લોમરોર અને દિનેશ કાર્તિકે પોતાની તોફાની બેટિંગથી મેચ ફેરવી નાખી. કાર્તિક 10 બોલમાં 28 રન અને લોમરોરે 8 બોલમાં 17 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. કોહલીએ 49 બોલમાં 11 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા.
RCBને વિરાટ કોહલીના રૂપમાં પાંચમો મોટો ઝટકો લાગ્યો છે. હર્ષલ પટેલે તેને 16મી ઓવરના છેલ્લા બોલ પર હરપ્રીત બ્રારના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ શાનદાર ઇનિંગ્સ દરમિયાન તેણે 11 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિક સાતમા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. ટીમને જીતવા માટે 23 બોલમાં 47 રનની જરૂર છે.
હરપ્રીત બ્રારે આરસીબીને ચોથો ઝટકો આપ્યો હતો. તેણે ગ્લેન મેક્સવેલને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સ્ટાર ખેલાડી માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો. અનુજ રાવત છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. 13 ઓવર પછી ટીમનો સ્કોર 106/4 છે.
આરસીબીને ત્રીજો ફટકો 86 રનના સ્કોર પર લાગ્યો હતો. હરપ્રીત બ્રારે 11મી ઓવરના ત્રીજા બોલ પર રજત પાટીદારને આઉટ કર્યો હતો. તે 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હાલમાં વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ ક્રિઝ પર છે.
આરસીબીને બીજો ફટકો ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા સેમ કરનના રૂપમાં લાગ્યો હતો, જે માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો. રબાડાએ તેને પાંચમી ઓવરના ચોથા બોલ પર પેવેલિયન મોકલી દીધો હતો. હાલમાં વિરાટ કોહલી અને રજત પાટીદાર ક્રિઝ પર છે.
આરસીબીને પહેલો ફટકો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના રૂપમાં લાગ્યો હતો જે 26 રનના સ્કોર પર આઉટ થયો હતો. તે માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો. કેમેરોન ગ્રીન ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો છે. વિરાટ કોહલી 29 રન બનાવીને અણનમ રમી રહ્યો છે.
2 ઓવર પછી RCBનો સ્કોર કોઈ વિકેટ વગર 21 રન છે. કોહલી સાત બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 16 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે ફાફ ડુ પ્લેસિસ પાંચ બોલમાં ત્રણ રન પર છે. અર્શદીપ સિંહે બીજી ઓવરમાં માત્ર પાંચ રન આપ્યા હતા.
પંજાબે આરસીબી સામે 20 ઓવરમાં 176 રન બનાવ્યા અને ટીમને 177 રનનો લક્ષ્યાંક આપ્યો. સાતમા નંબરે બેટિંગ કરવા આવેલા શશાંક સિંહે એક ફોર અને બે સિક્સરની મદદથી 21 રન બનાવ્યા હતા. હરપ્રીત બ્રાર પણ બે રન બનાવીને અણનમ રહ્યો હતો.
16 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 4 વિકેટે 132 રન છે. જીતેશ શર્મા 11 બોલમાં બે સિક્સરની મદદથી 19 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે સેમ કુરન 12 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે 23 બોલમાં 34 રનની ભાગીદારી છે.
પંજાબ કિંગ્સે 12મી ઓવરના છેલ્લા બોલ પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. આ પછી શિખર ધવન પણ 13મી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. પ્રથમ લિવિંગસ્ટોન 13 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ શિખર ધવન 37 બોલમાં 45 રન બનાવીને આઉટ થયો હતો.
પંજાબ કિંગ્સને 72 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. પ્રભાસિમરનને નવમી ઓવરના પાંચમા બોલ પર ગ્લેન મેક્સવેલે પોતાનો શિકાર બનાવ્યો હતો. તે બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 25 રન બનાવવામાં સફળ રહ્યો હતો. ધવન અને પ્રભાસિમરન વચ્ચે 55 રનની ભાગીદારી થઈ હતી.
પંજાબ કિંગ્સની ટીમે 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 40 રન બનાવી લીધા છે.શિખર ધવન હાલમાં 21 રન બનાવી મેદાનમાં છે. પંજાબ કિંગ્સને સારી શરુઆત અપાવી છે.
જોની બેયરસ્ટોએ ત્રીજી ઓવરમાં સિરાજ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યાર બાદ સિરાજે બીજા જ બોલ પર બેયરસ્ટોને આઉટ કર્યો હતો. કિંગ કોહલીએ તેનો કેચ પકડ્યો હતો. બેયરસ્ટો છ બોલમાં આઠ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
RCB vs PBKS લાઇવ સ્કોર: પંજાબ કિંગ્સની ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. શિખર ધવન અને જોની બેરસ્ટો ઓપનિંગમાં બેટિંગ કરવા આવ્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આરસીબીએ તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેઓ છેલ્લી મેચની જેમ જ ટીમ સાથે પ્રવેશ કર્યો છે. પંજાબ કિંગ્સે પણ કોઈ ફેરફાર કર્યા વગર મેદાનમાં ઉતરશે.
બ્રેકગ્રાઉન્ડ
Royal Challengers Bengaluru vs Punjab Kings Live: IPL 2024માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર છે. બંને ટીમો RCBના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે.
જ્યાં RCB ટીમને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પંજાબની ટીમ તેની છેલ્લી મેચ જીતી હતી. આવી સ્થિતિમાં, RCB તેના હોમ ગ્રાઉન્ડ પર કોઈપણ કિંમતે તેની પ્રથમ જીત નોંધાવવા માંગે છે.
RCB અને પંજાબ વચ્ચે હેડ ટૂ હેડ
બેંગલુરુ અને પંજાબ વચ્ચે હેડ ટૂ હેડની વાત કરીએ તો, અત્યાર સુધી બંને ટીમો જેટલી વાર સામસામે આવી છે. તેમાં પંજાબની ટીમનો દબદબો રહ્યો છે. બેંગલુરુએ અત્યાર સુધી 14 મેચ જીતી છે જ્યારે પંજાબે 17 મેચ જીતી છે. આ વખતે પણ બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે.
કેટલાક રસપ્રદ આંકડા
આરસીબી આ મેદાન પર છેલ્લી પાંચ નાઇટ મેચમાંથી ચાર હારી છે.
RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસનું બેટ પંજાબ કિંગ્સ સામે સારું ચાલે છે. પ્લેસિસે પંજાબ સામે 54, 96, 87*, 48, 36*, 76, 88, 10 અને 84 રનની ઇનિંગ્સ રમી છે.
ફાસ્ટ બોલર હર્ષલ પટેલે આ મેદાન પર ડેથ ઓવરોમાં 11.31ની ઇકોનોમીથી રન આપ્યા છે.
એમ ચિન્નાસ્વામીનો પીચ રિપોર્ટ
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચને બોલરો માટે સારી નથી.. મોટાભાગની હાઈ સ્કોરિંગ મેચો અહીં જોવા મળી છે. આ મેદાન પર કોઈ સ્કોર સુરક્ષિત માનવામાં આવતો નથી. જો કે આ વખતે પીચ પર ઘણું ઘાસ દેખાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં પીચ અલગ હોઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -