IPL 2025 cancelled: ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને સુરક્ષાની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ પરિસ્થિતિની સીધી અસર હવે દેશના સૌથી મોટા ક્રિકેટ મહોત્સવ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ પર પડી હોવાના મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL ૨૦૨૫ ની સમગ્ર ઇવેન્ટ રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સુરક્ષાની વણસતી પરિસ્થિતિને કારણે BCCI દ્વારા IPL ૨૦૨૫ ની સિઝન રદ કરી દેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ નિર્ણયને દેશની વર્તમાન ભૂરાજકીય સ્થિતિના સંદર્ભમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

IPL ૨૦૨૫ ની સિઝનમાં અત્યાર સુધીમાં ૫૭ મેચ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. જોકે, ૮ મે ના રોજ ધર્મશાલા ખાતે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (PBKS vs DC) વચ્ચે રમાઈ રહેલી ૫૮મી મેચ સુરક્ષા કારણોસર અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. પાકિસ્તાન દ્વારા જમ્મુ સહિત ભારતના ઘણા સ્થળોએ ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા, જેને ભારતીય સેનાએ સફળતાપૂર્વક તોડી પાડ્યા હતા. આ હુમલાઓ પછી, ધર્મશાલામાં રમાઈ રહેલી મેચને સાવચેતીના પગલા રૂપે બંધ કરી દેવામાં આવી હતી અને ખેલાડીઓને સુરક્ષિત રીતે હોટેલ પાછા મોકલી દેવામાં આવ્યા હતા.

એવું માનવામાં આવે છે કે ૫૮મી મેચ અધવચ્ચે રોકવાની ઘટના અને પાકિસ્તાન તરફથી સુરક્ષા માટે ઉભા થયેલા સતત ખતરાને ધ્યાનમાં રાખીને BCCI દ્વારા IPL ૨૦૨૫ ની સમગ્ર ઇવેન્ટને રદ કરવાનો આ ગંભીર નિર્ણય લેવાયો છે. ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને દર્શકોની સુરક્ષા સર્વોપરી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે.

IPL ૨૦૨૫ ની સિઝન રદ થવાના સમાચાર ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ નિરાશાજનક છે. જોકે, દેશની સુરક્ષા અને નાગરિકોની સલામતી વર્તમાન પરિસ્થિતિમાં સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ અંગે BCCI દ્વારા સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.

નોંધનીય છે કે, પાકિસ્તાન દ્વારા ભારતીય ક્ષેત્રમાં કરવામાં આવેલા કથિત હુમલાઓ અને તેના પગલે ઉભી થયેલી સુરક્ષા પરિસ્થિતિને કારણે ધર્મશાલા ખાતે પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાઈ રહેલી IPL ૨૦૨૫ ની મેચ અધવચ્ચે જ રદ કરી દેવામાં આવી હતી. મેચ રદ થયા બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ખેલાડીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને ધર્મશાલામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તાત્કાલિક વિશેષ વ્યવસ્થા કરી છે.

IPL 2025 માં કઈ ટીમોની હજુ પણ મેચ બાકી છે?

૫૯: એલએસજી વિરુદ્ધ આરસીબી૬૦: SRH વિરુદ્ધ KKR૬૧: એમઆઈ વિરુદ્ધ પીબીકેએસ62: ડીસી વિરુદ્ધ જીટી૬૩: સીએસકે વિરુદ્ધ આરઆર૬૪: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ૬૫: જીટી વિરુદ્ધ એલએસજી૬૬: દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ડીસી૬૭: આરઆર વિરુદ્ધ પીબીકેએસ૬૮: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ69: જીટી વિરુદ્ધ સીએસકે૭૦: એલએસજી વિરુદ્ધ એસઆરએચ