IPL Final RCB vs PBKS Score Live: RCB 17 વર્ષ પછી IPL ચેમ્પિયન બન્યું... કોહલી ભાવુક થયો, ફાઇનલમાં પંજાબ કિંગ્સ હારી ગયું

IPL 2025 Final RCB vs PBKS Score Live Updates: કોણ મારશે બાજી? પંજાબના આંકડા મજબૂત, RCB સામે પડકાર; વરસાદનું સંકટ યથાવત.

gujarati.abplive.com Last Updated: 03 Jun 2025 11:35 PM

બ્રેકગ્રાઉન્ડ

Royal Challengers Bengaluru vs Punjab Kings, Final: આજે ક્રિકેટ ચાહકોની નજર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કેન્દ્રિત થશે, જ્યાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને...More

RCB vs PBKS: પંજાબને હરાવીને RCB IPL ૨૦૨૫ ચેમ્પિયન બન્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના ચાહકોનું ૧૮ વર્ષનું લાંબું ઇંતજાર આખરે સમાપ્ત થયું છે! IPL 2025 ની ફાઇનલમાં RCB એ પંજાબ કિંગ્સ (PBKS) ને ૬ રનથી હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીતી લીધો છે. IPL ના ૧૮ વર્ષના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે RCB ચેમ્પિયન બન્યું છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, અને નોંધનીય છે કે આ પહેલીવાર છે જ્યારે આ મેદાન પર IPL ફાઇનલમાં પહેલા બેટિંગ કરનારી ટીમ વિજયી બની છે.