IPL 2025 Final Date: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્વોલિફાયર-1 માં પંજાબ કિંગ્સને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. હવે રાહ બીજી ફાઇનલિસ્ટ ટીમની છે, જેનો નિર્ણય 1 જૂને આવવાનો છે કારણ કે આ દિવસે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે બીજી ક્વોલિફાયર (MI vs PBKS ક્વોલિફાયર 2) મેચ રમવાની છે. શેડ્યૂલ મુજબ IPL 2025 ની ફાઇનલ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
3 જૂને નહીં 4 જૂને થશે ફાઇનલ , પરંતુ કેમ ?
મૂળ શેડ્યૂલ મુજબ IPL 2025 ની ફાઇનલ 3 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જો વરસાદ અથવા કોઈપણ કારણોસર મેચ રદ જાહેર કરવામાં આવે છે તો ફાઇનલ મેચ 4 જૂને યોજાશે. કારણ કે નિયમો મુજબ, 4 જૂનને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. વરસાદને કારણે જો આઈપીએલ 2025ની ફાઈનલ મેચ ન રમાય તો બીજા દિવસે એટલે કે 4 જૂનના રોજ ફાઈનલ મેચ રમાશે.
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા પ્લેઓફ મેચો માટે નવા નિયમો જારી કરવામાં આવ્યા હતા. જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર પ્લેઓફ મેચ સમયસર શરૂ ન થાય તો તેના માટે 120 મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવશે. આનો અર્થ એ થયો કે જો મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ ન થઈ શકે તો 9:30 વાગ્યા સુધી ઓવરમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. એટલે કે, જો મેચ રાત્રે 9:30 વાગ્યે શરૂ થાય તો પણ 20 ઓવર જ રમાશે.
આરસીબી અને પંજાબ ક્યારેય ચેમ્પિયન બન્યા નથી
આઈપીએલ 2025 ની ટાઇટલ રેસમાં બાકી રહેલી 3 ટીમોમાંથી 2 એવી છે જે ક્યારેય ટ્રોફી જીતી શકી નથી. મુંબઈ ઇન્ડિયન્સ અત્યાર સુધીમાં 5 વખત ચેમ્પિયન બની છે. મુંબઈ પણ 4 વર્ષથી તેની છઠ્ઠી ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે. એમઆઈનું છેલ્લું ટાઇટલ 2020 માં આવ્યું હતું, જ્યારે તેણે દિલ્હી કેપિટલ્સને 5 વિકેટથી હરાવ્યું હતું. મુંબઈ છેલ્લા ચાર સીઝનથી ફાઇનલમાં પહોંચી શક્યું નથી.
RCB ટીમ IPL 2025ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ સાથે વિરાટ કોહલીનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન પણ સાકાર થવાની ખૂબ નજીક છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના ફેન્સ પણ RCB ટાઈટલ જીતે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.