Players Miss IPL 2025 List:  ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor)  દ્વારા પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક મજબૂત સંદેશ આપ્યો છે કે ભારત આતંકવાદને બિલકુલ સહન કરશે નહીં. ભારત-પાકિસ્તાન તણાવ (India Pakistan News) વચ્ચે IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવ્યું. હવે સારી વાત એ છે કે ટુર્નામેન્ટની બાકીની 17 મેચોનું નવું શિડ્યૂલ  (IPL New Schedule 2025) જાહેર કરવામાં આવ્યું છે. બાકીની મેચો 17 મેથી રમાશે, જ્યારે ફાઇનલ 3 જૂને રમાશે.

શિડ્યૂલ જાહેર થાય તે પહેલાં કેટલાક મીડિયા અહેવાલોમાં ખુલાસો થયો હતો કે કેટલાક વિદેશી ખેલાડીઓ IPL 2025માં રમવા માટે ભારત પાછા નહીં આવે. જોકે, હજુ સુધી આ વાતની પુષ્ટી થઈ નથી. અહીં એવા વિદેશી ખેલાડીઓ વિશે જાણો જેઓ IPL 2025ની બાકીની મેચો રમવા માટે ભારત પાછા નહીં ફરે.

બેંગલુરુ-દિલ્હી માટે મોટો ઝટકો

જોશ હેઝલવુડે IPL 2025માં અત્યાર સુધીમાં 18 વિકેટ લીધી છે, પરંતુ ખભાની ઈજાને કારણે તે બાકીની મેચોમાં રમી શકશે નહીં. તે સિવાય રોમારિયો શેફર્ડ, લુંગી એનગિડી અને જેકબ બેથેલ પણ બાકીની મેચો માટે અનુપલબ્ધ રહી શકે છે. મિશેલ સ્ટાર્ક દિલ્હી કેપિટલ્સને સૌથી મોટો ઝટકો આપી શકે છે, તેણે અત્યાર સુધીમાં ટૂર્નામેન્ટમાં 14 વિકેટ લીધી છે. દિલ્હીની મિડલ ઓર્ડર બેટિંગને તાકાત આપનાર ટ્રિસ્ટન સ્ટબ્સ પણ બાકીની મેચોમાંથી બહાર થઈ શકે છે.

પંજાબ-ગુજરાત સામે મુશ્કેલી

ગુજરાત જાયન્ટ્સને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચાડવામાં જોસ બટલરે મોટી ભૂમિકા ભજવી છે. તેણે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં 500 રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીને કારણે તે આઈપીએલ 2025ના પ્લેઓફ મેચોમાંથી બહાર થઈ શકે છે. ગુજરાત માટે એ પણ એક મોટી સમસ્યા છે કે કગીસો રબાડા અને શેરફાન રધરફોર્ડ પણ ભારત પાછા ન આવી શકે. ટીમમાંથી માર્કો જેન્સન અને જોશ ઇંગ્લિશની ગેરહાજરી પંજાબની પ્લેઓફની આશાઓને નુકસાન પહોંચાડી શકે છે.

આ ખેલાડીઓ બાકીની મેચો રમી શકશે નહીં

જોસ બટલર, કગીસો રબાડા, શેરફાન રૂથરફોર્ડ, જોશ હેઝલવુડ, લુંગી એનગિડી, રોમારિયો શેફર્ડ, રાયન રિકેલ્ટન, વિલ જેક્સ, માર્કો જેન્સન, ટ્રિસ્ટન સ્ટબ્સ, મિશેલ સ્ટાર્ક, જોશ ઇંગ્લિશ, એડન માર્કરામ, જોફ્રા આર્ચર, ટ્રેવિસ હેડ.