RCB vs DC Live Score: દિલ્હીએ RCBને 6 વિકેટથી હરાવ્યું, રાહુલ અને સ્ટબ્સની શાનદાર બેટિંગ

RCB vs DC Score Live Updates IPL 2025: IPL 2025ની ૨૪મી મેચમાં બે મજબૂત ટીમો સામસામે, પ્લેઈંગ ઈલેવન, હેડ ટુ હેડ રેકોર્ડ અને મેચના અપડેટ્સ જાણો.

gujarati.abplive.com Last Updated: 10 Apr 2025 11:11 PM

બ્રેકગ્રાઉન્ડ

RCB vs DC Score Live Updates IPL 2025: IPL 2025ની ૨૪મી રોમાંચક મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાશે. આ મુકાબલો બે એવી ટીમો વચ્ચે...More

RCB VS DC Live Score: હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સે RCBને ૬ વિકેટે ધૂળ ચટાડી

દિલ્હી કેપિટલ્સે બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને ૧૩ બોલ બાકી રહેતા ૬ વિકેટે પરાજય આપ્યો હતો. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં પોતાનો અજેય સિલસિલો જાળવી રાખ્યો છે અને આ તેમનો સતત ચોથો વિજય છે.


કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતાં ૫૩ બોલમાં ૭ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી અણનમ ૯૩ રન બનાવ્યા હતા અને ટીમને વિજય અપાવ્યો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સે પણ ૨૩ બોલમાં ૩૮ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને રાહુલને સારો સાથ આપ્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચે ૫૫ બોલમાં ૧૧૧ રનની મેચ વિનિંગ ભાગીદારી નોંધાઈ હતી.


આરસીબી તરફથી ભુવનેશ્વર કુમારે ૨૬ રન આપીને બે વિકેટ ઝડપી હતી, પરંતુ તે ટીમને હારથી બચાવી શક્યા નહોતા. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ ફિલિપ સોલ્ટ અને ટિમ ડેવિડના ૩૭-૩૭ રનના યોગદાનની મદદથી ૨૦ ઓવરમાં ૧૬૩ રન બનાવ્યા હતા. દિલ્હીના બોલરોમાં કુલદીપ યાદવ અને વિપરાજ નિગમે બે-બે વિકેટ લીધી હતી. કેએલ રાહુલને તેની શાનદાર બેટિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.