IPL 2025: IPL 2025માં પંજાબ કિંગ્સ એક નવા અવતારમાં જોવા મળી રહી છે. શ્રેયસ ઐય્યરની કેપ્ટનશીપ હેઠળ આ ટીમ નિડર થઇને રમી રહી છે. અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યા પછી તેણે લખનઉ સુપર જાયન્ટ્સને તેમના હોમ ગ્રાઉન્ડમાં હરાવ્યું હતું. 1 એપ્રિલના રોજ રમાયેલી મેચમાં પંજાબે 22 બોલ બાકી રહેતા લખનઉને 8 વિકેટે હરાવ્યું હતું. આ જોરદાર જીત પછી પ્રીતિ ઝિન્ટાની ટીમે લખનઉના કેપ્ટન ઋષભ પંતની મજાક ઉડાવી હતી. તેણે શ્રેયસનો એક વીડિયો શેર કર્યો અને પંતનું નામ લીધા વિના તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોતાનો બદલો પણ પૂર્ણ કર્યો હતો. જીત પછી પંજાબ ફ્રેન્ચાઇઝી પંતની પાછળ કેમ પડી? ચાલો તમને આખો મામલો જણાવીએ.
આ રીતે તેણે પંત પાસેથી 'બદલો' લીધો
પંજાબ કિંગ્સે સતત બે મેચમાં બે મેચ જીતી છે. પરંતુ લખનઉ સામે તેના ઘરઆંગણે મળેલી જીત પછી તેઓ તેના કેપ્ટન ઋષભ પંતને ટ્રોલ કર્યો હતો. મેચ સમાપ્ત થયા પછી પંજાબ કિંગ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો, જેમાં શ્રેયસ સિંહની જેમ ગર્જના કરી રહ્યો છે. આ પછી તે પ્રતીકાત્મક રીતે બેટનો ઉપયોગ બંદૂકની જેમ કરીને ગોળી ચલાવતો પણ જોવા મળે છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, 'ટેન્શન તો ઓક્શનમાં જ ખત્મ થઇ ગઇ હતી. હવે તમે વિચારતા હશો કે આનો પંત સાથે શું સંબંધ છે. ચાલો જાણીએ આ પાછળની વાર્તા.
પંતે પંજાબ કિંગ્સ વિશે આ કહ્યું હતું
વાસ્તવમાં ઋષભ પંતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પંજાબ વિશે કંઈક આવું જ કહ્યું હતું. તેમના શબ્દોથી ફ્રેન્ચાઇઝીને દુઃખ થયું હતું, જેનો આજે તેણે બદલો લીધો છે. પંતે ખુલાસો કર્યો હતો કે મેગા ઓક્શન દરમિયાન તે તણાવમાં હતો કારણ કે પંજાબ પાસે સૌથી વધુ પૈસા હતા. તેથી તેના પંજાબમાં જવાની શક્યતા વધુ હતી. પરંતુ તે પંજાબ કિંગ્સનો ભાગ બનવા માંગતો ન હતો. જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સે તેને ખરીદ્યો, ત્યારે તેનું ટેન્શન ઓછું થયું હતું. હવે પ્રીતિ ઝિન્ટાની ફ્રેન્ચાઇઝીએ પંતની ટીમને હરાવ્યા બાદ તેમની ટીકા કરી અને કહ્યું કે 'ટેન્શન તો ઓક્શનમાં જ ખત્મ થઇ ગયું હતું. '