IPL 2025ની આઠમી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. ચેન્નઈને ઘરઆંગણે હરાવવું ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં RCB માટે એક મોટો પડકાર હશે.


બંને ટીમોએ પોતાની પહેલી મેચ જીતી લીધી છે. આરસીબીએ પહેલી મેચમાં કેકેઆરને હરાવ્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે. ચેપોકમાં સ્પિનરો હંમેશા શ્રેષ્ઠ રહ્યા છે. છેલ્લી મેચમાં નૂર અહેમદે મુંબઈ સામે ચાર વિકેટ લીધી હતી.


ચેપોક સ્ટેડિયમ પિચ રિપોર્ટ


ચેન્નઈ અને મુંબઈ વચ્ચે IPLની 18મી સીઝનની 8મી મેચ ચેપોક સ્ટેડિયમ ખાતે રમાશે. ચેપોક સ્ટેડિયમની પિચ સ્પિનરો માટે મદદરૂપ રહી છે. જોકે, આ પીચ પર બેટિંગ કરવી ખૂબ પડકારજનક રહી છે. જેના કારણે બેટ્સમેનોને બાઉન્ડ્રી ફટકારવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે.


ચેપોકના આંકડા શું છે?


એમ ચિદમ્બરમ સ્ટેડિયમ મેદાન પર કુલ 78 IPL મેચ રમાઈ છે, જેમાંથી બેટિંગ કરતી ટીમે 46 મેચ જીતી છે, જ્યારે લક્ષ્યનો પીછો કરતી ટીમે 32 મેચ જીતી છે. IPLમાં CSK અને RCB વચ્ચે અત્યાર સુધીમાં કુલ 33 મેચ રમાઈ છે, જેમાંથી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 21 મેચ જીતી છે, જ્યારે RCBની ટીમે 11 મેચ જીતી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી.


ચેન્નઈ હવામાન સ્થિતિ


શુક્રવારે ચેન્નઈમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. વરસાદની શક્યતા 10 ટકા છે. પવન 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. જોકે, મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.


લખનૌ સુપર જાયન્ટ્સે IPL ૨૦૨૫ની પોતાની બીજી મેચમાં શાનદાર પ્રદર્શન કરતાં સનરાઇઝર્સ હૈદરાબાદને તેમના જ ઘરઆંગણે ૫ વિકેટે કારમી હાર આપી છે. આ મેચમાં લખનૌની જીતનો પાયો શાર્દુલ ઠાકુરે પોતાની ઘાતક બોલિંગથી નાખ્યો હતો, જ્યારે બેટિંગમાં નિકોલસ પુરન અને મિશેલ માર્શે તોફાની ઇનિંગ્સ રમીને ટીમને વિજય અપાવ્યો હતો. આ જીત સાથે લખનૌ સુપર જાયન્ટ્સે IPL ૨૦૨૫માં વિજયી શરૂઆત કરી છે.