IPL 2025 Mega Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની બે દિવસીય મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહી છે. પ્રથમ દિવસે (24 નવેમ્બર) તમામ 10 ટીમોએ કુલ 467.95 કરોડ રૂપિયા ખર્ચીને 72 ખેલાડીઓ ખરીદ્યા. હવે હરાજીના બીજા દિવસે સોમવારે (25 નવેમ્બર) થશે. પહેલા દિવસે 3 ખેલાડીઓ પર એટલા પૈસા વરસ્યા કે IPL ઈતિહાસના તમામ રેકોર્ડ તૂટી ગયા. આ ત્રણેય ખેલાડીઓએ કિંમતના મામલે વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ પાછળ છોડી દીધા છે.


આ ત્રણ ખેલાડીઓ છે વિકેટકીપર ઋષભ પંત, મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યર અને ઓલરાઉન્ડર વેંકટેશ ઐય્યર. પંતને લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ 27 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ રીતે પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.


શ્રેયસને પંજાબે અને વેંકટેશને KKRએ ખરીદ્યો હતો.


આ સિવાય શ્રેયસને પંજાબ કિંગ્સ (PBKS)એ 26.75 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ રીતે શ્રેયસ હવે આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ત્રીજો નંબર વેંકટેશ ઐય્યરનો છે. તેને બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.


આ સ્ટાર ખેલાડી છેલ્લી સીઝન સુધી KKR ટીમ માટે જ રમતો હતો. પરંતુ આ વખતે કેકેઆરએ વેંકટેશને ફરીથી ખરીદી લીધો છે. આવી સ્થિતિમાં KKRએ હરાજીમાં વેંકટેશને ખરીદવા માટે પોતાની તમામ તાકાત લગાવવી પડી હતી.


કોહલી અને રોહિતની આટલી કિંમત


બીજી તરફ, વિરાટ કોહલી છે, જેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા રિટેન કરવામાં આવ્યો છે. RCB ફ્રેન્ચાઇઝીએ કોહલીને 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે 5 વખત ટાઇટલ જીતનાર રોહિત શર્માને MI ફ્રેન્ચાઈઝીએ 16.50 કરોડમાં રિટેન કર્યો છે


આ રીતે મેગા ઓક્શનમાં વેચાયા બાદ ઋષભ પંત, શ્રેયસ અને વેંકટેશ કિંમતના મામલે કોહલી અને રોહિતથી આગળ નીકળી ગયા છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે 5 વખત ટાઇટલ જીતનાર મહેન્દ્ર સિંહ ધોનીને CSKએ 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. વાસ્તવમાં ધોની છેલ્લા 5 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. આવી સ્થિતિમાં નવા નિયમના કારણે ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે.


IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી