IPL 2026 Mumbai Indians captain: IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની હાલત અત્યારે કફોડી છે. કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે અને તે સતત ટીકાઓનો સામનો કરી રહ્યો છે. મુંબઈએ અત્યાર સુધી 5 માંથી 4 મેચ ગુમાવી છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં સાવ તળિયે છે. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ પણ હાર્દિકની નબળી કેપ્ટનશીપ અને તેના પોતાના ખરાબ ફોર્મ પર સવાલો ઉઠાવ્યા છે. આ સંજોગોમાં હવે હાર્દિક પંડ્યા પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવાની માંગ જોર પકડી રહી છે. જો ફ્રેન્ચાઈઝી હાર્દિકને હટાવવાનો મોટો નિર્ણય લે છે, તો મુંબઈ પાસે 3 એવા શાનદાર ખેલાડીઓ છે જે ટીમની કમાન સંભાળીને તેનું નસીબ બદલી શકે છે.

Continues below advertisement

હાર્દિક પંડ્યાના વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો, તેણે IPL 2026 ની 4 મેચમાં માત્ર 81 રન બનાવ્યા છે અને બોલિંગમાં પણ માત્ર 2 જ વિકેટ ઝડપી છે. તેનું ફોર્મ અને કેપ્ટન તરીકે લીધેલા ખોટા નિર્ણયો તેને ભારે પડી રહ્યા છે. ચાલો એ 3 ખેલાડીઓ પર નજર કરીએ જે હાર્દિકનું સ્થાન લઈ શકે છે:

Continues below advertisement
  1. સૂર્યકુમાર યાદવ: સૂર્યકુમાર યાદવ મુંબઈ માટે કેપ્ટનશીપનો એક મજબૂત દાવેદાર છે. થોડા અઠવાડિયા પહેલા જ તેણે પોતાની કેપ્ટનશીપમાં ભારતને T20 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. ભલે હાલમાં સૂર્યાનું પોતાનું બેટિંગ ફોર્મ થોડું ખરાબ ચાલી રહ્યું છે, પરંતુ કેપ્ટન તરીકે T20 ફોર્મેટમાં તેનો જીતનો રેકોર્ડ અદ્ભુત છે. તેની પાસે મુંબઈ ઈન્ડિયન્સને ફરીથી જીતના પાટા પર લાવવાની પૂરી ક્ષમતા છે.
  2. જસપ્રીત બુમરાહ: યોર્કર કિંગ જસપ્રીત બુમરાહ ભલે અગાઉ ક્યારેય મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન નથી રહ્યો, પરંતુ તેણે ટીમ ઈન્ડિયા માટે 2 T20 મેચમાં કેપ્ટનશીપ કરી છે અને બંનેમાં ભારતને જીત પણ અપાવી છે. ચાહકો ટેસ્ટ ક્રિકેટમાં પણ તેની કેપ્ટનશીપની ઝલક જોઈ ચૂક્યા છે. મુંબઈની ટીમ બુમરાહને આગામી 4 થી 5 વર્ષ માટેના લાંબા ગાળાના કેપ્ટન તરીકે ચોક્કસથી વિચારી શકે છે.
  3. મિચેલ સેન્ટનર: આમ તો આ યાદીમાં રોહિત શર્માનું નામ પણ હોઈ શકે, પરંતુ ફ્રેન્ચાઈઝીએ 2024 માં જ તેને હટાવીને હાર્દિકને કમાન સોંપી હતી. હાલમાં વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો, IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) જ એકમાત્ર એવી ટીમ છે જેની કેપ્ટનશીપ વિદેશી ખેલાડી પેટ કમિન્સના હાથમાં હતી (હાલ તે ઈજાગ્રસ્ત હોવાથી ઈશાન કિશન કેપ્ટન છે). મુંબઈ સામાન્ય રીતે કોઈ વિદેશી ખેલાડીને કેપ્ટન બનાવતું નથી, પરંતુ 2026 ના T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડનું નેતૃત્વ કરનાર મિચેલ સેન્ટનર મુંબઈ માટે એક ભરોસાપાત્ર અને ધીરજવાન નેતા સાબિત થઈ શકે છે.