IPL 2026 ની સિઝનમાં રોમાંચક મેચોનો સિલસિલો ચાલુ છે, પરંતુ હવે વરસાદે પણ પોતાની એન્ટ્રી મારી દીધી છે. ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાનારી 12મી લીગ મેચ ભીના આઉટફિલ્ડ અને વરસાદના કારણે એકપણ બોલ ફેંકાયા વિના રદ કરવી પડી છે. મેચ રદ થતાં નિયમ મુજબ બંને ટીમોને એક એક પોઈન્ટ આપવામાં આવ્યો છે. આ એક પોઈન્ટ પંજાબ માટે લોટરી સમાન સાબિત થયો છે, કારણ કે તે સીધી પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર પહોંચી ગઈ છે. બીજી તરફ, સતત બે હારનો સામનો કરી ચૂકેલી કોલકાતાની ટીમનું આખરે પોઈન્ટ ટેબલમાં ખાતું ખુલ્યું છે. ચાલો જાણીએ આ મેચ બાદ પોઈન્ટ ટેબલની લેટેસ્ટ સ્થિતિ અને ટોપ 4 ટીમોનું સમીકરણ શું છે.

પંજાબ કિંગ્સ પહોંચી સીધી ટોચ પર

મેચ રદ થવાથી મળેલા આ એક પોઈન્ટના સીધા ફાયદા સાથે પંજાબ કિંગ્સની ટીમ હવે કુલ 5 પોઈન્ટ લઈને ટેબલમાં સૌથી ઉપર (પ્રથમ સ્થાને) પહોંચી ગઈ છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) 4 પોઈન્ટ સાથે ટોપ પર બિરાજમાન હતી. હાલમાં પંજાબનો નેટ રન રેટ +0.637 છે.

Continues below advertisement
Continues below advertisement

KKR નું ખાતું ખુલ્યું, ચેન્નઈ અને ગુજરાતની હાલત ખરાબ

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ સિઝનની ત્રીજી મેચ હતી. અગાઉની બંને મેચોમાં KKR ને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે મેચ રદ થતાં તેમને સિઝનનો પહેલો પોઈન્ટ મળ્યો છે, જેનાથી ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ, દિગ્ગજ ટીમો ગણાતી ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ની હાલત કફોડી છે. બંને ટીમો હજુ સુધી આ સિઝનમાં એકપણ મેચ જીતી શકી નથી અને તેઓ પોઈન્ટ ટેબલમાં જીતના ખાતા વિના અનુક્રમે 9મા અને 10મા સ્થાને છે.

પોઈન્ટ ટેબલની ટોપ 4 ટીમો

લીગના અંતે માત્ર 4 જ ટીમો પ્લેઓફમાં જશે, તેથી ટોપ 4 માં રહેવું સૌથી જરૂરી છે. હાલની સ્થિતિએ ટોપ 4 ટીમો આ મુજબ છે:

5 પોઈન્ટ સાથે પંજાબ કિંગ્સ પ્રથમ નંબરે છે.

ત્યારબાદ 4 પોઈન્ટ અને શાનદાર +2.501 ના નેટ રન રેટ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજા સ્થાને છે.

રાજસ્થાન રોયલ્સ 4 પોઈન્ટ (+2.233 નેટ રન રેટ) સાથે ત્રીજા સ્થાને છે.

દિલ્હી કેપિટલ્સ પણ 4 પોઈન્ટ (+1.170 નેટ રન રેટ) સાથે ચોથા સ્થાને છે.

અહીં જુઓ IPL 2026 નું લેટેસ્ટ અને સંપૂર્ણ પોઈન્ટ ટેબલ:

પોઝિશનટીમમેચજીતહારપરિણામ નહીંપોઈન્ટ્સનેટ રન રેટ
1PBKS (પંજાબ કિંગ્સ)32015+0.637
2RCB (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)22004+2.501
3RR (રાજસ્થાન રોયલ્સ)22004+2.233
4DC (દિલ્હી કેપિટલ્સ)22004+1.170
5SRH (સનરાઇઝર્સ હૈદરાબાદ)31202+0.275
6MI (મુંબઈ ઇન્ડિયન્સ)21102-0.206
7LSG (લખનૌ સુપર જાયન્ટ્સ)21102-0.542
8KKR (કોલકાતા નાઈટ રાઇડર્સ)30211-1.964
9GT (ગુજરાત ટાઇટન્સ)20200-0.424
10CSK (ચેન્નઈ સુપર કિંગ્સ)30300-2.517