David Warner, IPL Auction Unsold List: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની બે દિવસીય મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહી છે. પ્રથમ દિવસે (24 નવેમ્બર) તમામ 10 ટીમોએ કુલ 467.95 કરોડ રૂપિયા ખર્ચીને 72 ખેલાડીઓ ખરીદ્યા. હવે હરાજીના બીજા દિવસે સોમવારે (25 નવેમ્બર) થશે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ડેવિડ વોર્નરને પ્રથમ દિવસે સૌથી મોટો આંચકો લાગ્યો છે. તે 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇઝ સાથે હરાજીમાં ઉતર્યો હતો, પરંતુ કોઈએ તેને ખરીદ્યો ન હતો.
આવું જ કંઈક ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટો અને ભારતીય યુવા સ્ટાર દેવદત્ત પડિકલને પણ કોઇએ ટીમે ખરીદ્યો નથી
બેયરસ્ટો-વોર્નરને ખરીદદારો મળ્યા નથી
વોર્નર ગત સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC)નો ભાગ હતો. પરંતુ ફ્રેન્ચાઇઝીએ તેને રીલિઝ કરી દીધો છે. જ્યારે વોર્નરે પણ હરાજીમાં રસ દાખવ્યો ન હતો. વોર્નરે 2018માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આઈપીએલનું ટાઇટલ જીત્યું હતું. આ ખેલાડી IPLમાં સૌથી વધુ સાતત્યપૂર્ણ રહ્યો છે.
જ્યારે બેયરસ્ટો ગત સીઝનમાં પંજાબ કિંગ્સ તરફથી રમ્યો હતો. ગત સીઝનમાં તેને 6.75 કરોડ રૂપિયા મળ્યા હતા. પરંતુ આ વખતે પંજાબે તેને રીલિઝ કરી દીધો હતો. હરાજીમાં પણ ફ્રેન્ચાઇઝીએ બેયરસ્ટોને ખરીદવામાં રસ દાખવ્યો ન હતો.
પડિક્કલ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી રમી રહ્યો છે
પડિક્કલ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ત્યાં તે પર્થ ટેસ્ટમાં રમી રહ્યો છે. પરંતુ કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ હરાજીમાં પડિક્કલને ખરીદવામાં રસ દાખવ્યો ન હતો. પડિક્કલ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તે 2020માં RCB માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. પરંતુ આ પછી તે રાજસ્થાનની ટીમ સાથે જોડાતા જ તેનું ફોર્મ ખરાબ થયું હતું.
પડિક્કલે 2024 સીઝનની 12 મેચોમાં 20.66ની એવરેજ અને 121ના સ્ટ્રાઈક રેટથી કુલ 248 રન બનાવ્યા હતા. પડિક્કલે વર્ષ 2021માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.
આ ખેલાડીઓ પ્રથમ દિવસે વેચાયા ન હતા
દેવદત્ત પડ્ડિકલ
ડેવિડ વોર્નર
જોની બેયરસ્ટો
વકાર સલામખિલ
યશ ધુલ
અનમોલપ્રીત સિંહ
ઉત્કર્ષ સિંહ
લવનીત સિસોદિયા
ઉપેન્દ્ર સિંહ યાદવ
કાર્તિક ત્યાગી
પિયુષ ચાવલા
શ્રેયસ ગોપાલ