Indian Premier League 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 28મી મેચ રમાશે, આજે દિલ્હી કેપિટલ્સની ટક્કર કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે થવાની છે, આ મેચમાં બન્ને ટીમો જીત મેળવવા માટે મેદાનમાં ઉતરશે. એકબાજુ કોલકત્તાની ટીમ છે જેને ઘણા ઉતરચઢાવ સાથે આ લીગમાં સફર કરી છે, તો વળી બીજીબાજુ દિલ્હી કેપિટલ્સની ટીમ છે, જેને હજુ સુધી જીતનો સ્વાદ ચાખવા નથી મળ્યો. આજની મેચમાં દિલ્હીની ટીમ વધુ દબાણ હેઠળ રહેશે, ઉલ્લેખનીય છે કે, રેગ્યૂલર કેપ્ટન ઋષભ પંત વિના રમી રહેલી દિલ્હીની ટીમની કમાન હાલમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન ડેવિડ વૉર્નરના હાથમાં છે, તો વળી કોલકત્તાની ટીમની કમાન નીતિશ રાણાના હાથમાં સોંપવામા આવી છે. જાણો મેચ પહેલા કઇ ટીમ કોના પર પડી શકે છે ભારે.......
હેડ ટુ હેડ રેકોર્ડ -
દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની આજની મેચ પહેલા અહીં હેડ ટૂ હેડ રેકોર્ડને જાણી લેવા જોઇએ. બન્ને ટીમોની વચ્ચે અત્યાર સુધી કુલ 30 મેચો રમાઈ છે, જેમાંથી કોલકાતાની ટીમ 16 વખત જીતી છે, અને દિલ્હી કેપિટલ્સ ટીમ 14 વખત જીતી શકી છે. આવામાં આજની મેચ બન્ને ટીમો માટે ટક્કરથી ભરેલી રહી શકે છે.
કોણ જીતશે મેચ, શું કહે છે મેચ પ્રિડિક્શન -
આજની દિલ્હી અને કોલકત્તાની મેચને લઇને વાત કરવામાં આવે તો, આજે પરિણામ થોડુ અલગ રહેશે. ફોર્મને જોતા કોલકાતા નાઈટ રાઈડર્સ ચોક્કસપણે આજની મેચમાં ભારે કહી શકાય, તેમ છતાં ટીમે છેલ્લી 2 મેચમાં સતત હારનો સામનો કર્યો છે. તો વળી, સામે સતત 5 હાર બાદ આ મેચમાં વાપસી કરવી દિલ્હીની ટીમ માટે આસાન કામ નહીં હોય, આવામાં જો તે ટાર્ગેટનો પીછો કરે છે તો મેચમાં તેની જીતની ચોક્કસપણે આશા રાખી શકાય છે.