Indian Premier League 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે એક મોટી મેચ રમાશે, આજે IPLની 16મી સિઝનની 28મી લીગ મેચ રમાશે, આજે દિલ્હી કેપિટલ્સની ટીમની ટક્કર કોલકત્તા નાઇટ રાઇડર્સ સાથે થવાની છે. આજની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) જીત માટે ટકરાશે. 


ખાસ વાત છે કે, અત્યાર સુધીની લીગ દિલ્હી માટે એક ખરાબ સ્વપ્ન સમાન રહી છે, કેમ કે દિલ્હી પોતાની તમામ 5 મેચમાં હારનો સામનો કરી ચૂકી છે. આજે પ્રથમ જીત માટે મેદાનમાં ઉતરશે. દિલ્હીને આ સિઝનની બાકીની 9 મેચોમાં વધુ સારુ દમદાર પરફોર્મન્સ આપવુ પડશે. 


જોકે, વળી, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ માટે પણ આ સિઝન ઉતાર-ચઢાવ સાથે આગળ વધી રહી છે. ટીમ તેની પ્રથમ લીગ મેચમાં હાર્યા બાદ તેને પોતાની 2 મેચ શાનદાર રીતે જીતી. આ પછી ટીમને છેલ્લી 2 મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે. આવામાં નીતીશ રાણાની કેપ્ટનશીપ વાળી KKR ટીમ માટે પોતાની સતત હારમાંથી બહાર નીકળવુ પડશે. ટીમ અત્યારે પૉઈન્ટ ટેબલમાં 4 પૉઈન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે. 


પીચ રિપોર્ટ - 
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ પહેલા પીચ રિપોર્ટ ખુબ મહત્વનો છે. પીચની વાત કરીએ તો અત્યાર સુધી અહીં રમાયેલી 79 IPL મેચોમાં ટાર્ગેટનો પીછો કરનારી ટીમ 44 વખત જીતી શકી છે, વળી, પ્રથમ બેટિંગ કરનારી ટીમને માત્ર 34 વખત જીત હાંસલ થઇ શકી છે. આ મેદાનમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો અવરેજ સ્કૉર 165 રનની આસપાસ રહ્યો છે. 


બન્ને ટીમોની આજની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 


દિલ્હી કેપિટલ્સની ટીમ -
ડેવિડ વોર્નર (કેપ્ટન), પૃથ્વી શૉ, મિશેલ માર્શ, મનીષ પાંડે, લલિત યાદવ, અક્ષર પટેલ, અભિષેક પોરેલ (વિકેટકીપર), કુલદીપ યાદવ, એનરિક નૉર્ખિયા, મુસ્તફિઝૂર રહેમાન, ખલીલ અહેમદ.


કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ - 
નારાયણ જગદીશન, રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), વેન્કેટેશ અય્યર, નીતિશ રાણા (કેપ્ટન), રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, લૉકી ફર્ગ્યૂસન, વરુણ ચક્રવર્તી.