IPL: IPL 2023ની 17મી મેચ ગઇકાલે રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ, આ મેચમાં ચેન્નાઇની છેલ્લા બૉલે માત્ર 3 રન હાર થઇ અને સંજૂની ટીમે શાનદાર જીત હાંસલ કરી, આ જીત સાથે જ પૉઇન્ટ ટેબલમાં પણ ઉંચા નીચે જોવા મળ્યું. રાજસ્થાનની જીતની સાથે પૉઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો, ઓરેન્જ કેપ (Orange Cap) અને પર્પલ કેપ (Purple Cap)નું લિસ્ટ દરેક મેચ બાદ બદલાઇ રહ્યુ છે. જુઓ અહીં ફેરફાર....
ઉલ્લેખનીય છે કે, આઇપીએલની સિઝન 16માં એટલે કે આઇપીએલ 2023માં અત્યાર સુધી 17 મેચ રમાઇ ચૂકી છે. હવે રાજસ્થાન રૉયલ્સની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે છેલ્લા બૉલે શાનદાર જીત હાંસલ કરીને પૉઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી ગઇ છે. તો વળી, બીજીબાજુ રાજસ્થાન રૉયલ્સના સ્પિનર યજુવેન્દ્ર ચહલે માર્ક વુડને પાછળ પાડીને પર્પલ કેપ હાંસલ કરી છે.
પૉઇન્ટ ટેબલની સ્થિતિ -
ચેન્નાઈ સામેની મેચમાં રાજસ્થાન રૉયલ્સની ટીમે ચેન્નાઈને માત્ર હરાવ્યુ જ નહીં, તેને પ્રથમ નંબરની પૉઝિશન હાંસલ કરી લીધી છે. રાજસ્થાન રૉયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સે 4-4 મેચ રમીને 6-6 પૉઈન્ટ્સ મેળવ્યા છે. પરંતુ નેટના આધારે રાજસ્થાન અત્યારે પ્રથમ નંબર પર છે, બંને ટીમોને 4 મેચમાં એક-એક હાર મળી છે.
તો વળી, બીજીબાજુ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ 3-3 મેચ રમીને બે-બે જીત મેળવી છે, અને 4 પોઈન્ટ સાથે ત્રીજા અને ચોથા સ્થાન પર છે. અન્ય ટીમોની વાત કરીએ તો, પૉઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સની ટીમોની હાલની સ્થિતિ ખુબજ નબળી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે માત્ર એક-એક મેચ જીતી છે, પરંતુ દિલ્હીની ટીમ અત્યાર સુધી રમાયેલી ચારેય મેચ હારી ગઈ છે અને પૉઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.
પર્પલ કેપની રેસમાં કોણ આગળ -
આઇપીએલ 2023માં પર્પલ કેપની રેસમાં ખુબ રોમાંચ આવ્યો છે. આ રેસમાં રાજસ્થાન રૉયલ્સનો સ્પિનર યુજવેન્દ્ર ચહલ સૌથી આગળ છે. ચહલ અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં 10 વિકેટ લઈને સૌથી વધુ વિકેટ લેનાર બૉલર બની ગયો છે. તેને માર્ક વુડને પાછળ છોડીને પર્પલ કેપ પર કબજો જમાવી લીધો છે. માર્ક વૂડે ત્રણ મેચમાં 9 વિકેટ લીધી છે. ત્રીજા સ્થાને ગુજરાત ટાઇટન્સનો રાશિદ ખાન છે જેને 3 મેચમાં 8 વિકેટ ઝડપી છે.
ઓરેન્જ કેપની રેસ -
આઇપીએલમાં આ વખતે ઓરેન્જ કેપની રેસમાં અનુભવી બેટ્સમેન અને પંજાબ કિંગ્સનો કેપ્ટન શિખર ધવન સૌથી ઉપર છે, તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. IPL. 2023માં તેને 3 મેચમાં 225 રન બનાવીને ઓરેન્જ કેપ હાંસલ કરી છે. બીજીબાજુ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ડેવિડ વોર્નર છે જેને 4 મેચમાં કુલ 209 રન બનાવ્યા છે. જૉસ બટલર IPLની આ સિઝનમાં 200થી વધુ રન બનાવનાર ત્રીજા નંબરનો બેટ્સમેન છે, તે ત્રીજા સ્થાને છે. બટલરે ચાર ઇનિંગ્સમાં કુલ 204 રન બનાવ્યા છે.