IPL 2024ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 9 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. દિલ્હીએ પણ બોલ સાથે શાનદાર શરૂઆત કરી છે અને શિખર ધવન અને જોની બેરસ્ટો પેવેલિયન પરત ફર્યા છે. જોકે, ઈનિંગની છઠ્ઠી ઓવરમાં દિલ્હીવાસીઓ માટે ખરાબ સમાચાર આવ્યા હતા.






વાસ્તવમાં, શિખર ધવનને ક્લીન બોલ્ડ કરતા મેચમાં દિલ્હી કેપિટલ્સને પ્રથમ સફળતા અપાવનાર ઝડપી બોલર ઈશાંત શર્મા ઈજાગ્રસ્ત થયો છે. ઈશાંતને આ ઈજા ફિલ્ડિંગ દરમિયાન થઈ હતી. ઇશાંત બાઉન્ડ્રી લાઇન પર બોલને રોક્યા બાદ ઉઠી રહ્યો હતો ત્યારે તેનો પગ ખરાબ રીતે વળી ગયો હતો.
 
ઈશાંતને ખૂબ જ દુખાવો થતો જોવા મળ્યો અને તે જમીન પર સૂઈ ગયો હતો. દિલ્હીના ફાસ્ટ બોલરને સપોર્ટની મદદથી મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો. જો ઇશાંત આગામી મેચોમાં ફિટ નહીં થાય તો દિલ્હી માટે તે મોટો ઝટકો માનવામાં આવી શકે છે.   


 


દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો



ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે ટક્કર ચાલી રહી છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી હતી. મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરે પ્રથમ વિકેટ માટે 39 રન જોડ્યા હતા. જોકે, બંને ઓપનર પોતાની ઇનિંગને વધારે લંબાવી શક્યા ન હતા. માર્શે 20 અને વોર્નરે 29 રન બનાવ્યા હતા. પછી શાઈ હોપે શાનદાર બેટિંગ કરી અને કેટલાક મોટા શોટ ફટકાર્યા, જોકે તે પણ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો. હોપના આઉટ થયા બાદ વિકેટો પડવાનો સિલસિલો યથાવત જોવા હતો. 454 દિવસ બાદ મેદાન પર પરત ફરેલા રિષભ પંત પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી, પરંતુ તે પણ 18 રન બનાવી આઉટ થયો હતો. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial