RCB vs KKR Pitch: આઇપીએલમાં આજે બેંગ્લૉરની ટક્કર કોલકત્તા સામે થવાની છે. ખાસ વાત છે કે, આજની મેચમાં બન્ને ટીમો જીત માટે ખાસ પ્રયાસ કરશે, કેમ કે કોલકત્તા નાઇટ રાઇડર્સ પોતાની શરૂઆતની 7 મેચમાંથી 5 મેચ હારી ચૂકી છે. તો વળી, આરસીબીની ટીમ પોતાના હૉમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમી રહી છે, અહીં તે જીતની હેટ્રિક લગાવવા પ્રયાસ કરશે. આરસીબીએ સતત બે જીત મેળવી છે, હાલમાં બેંગ્લૉરની ટીમ 7 મેચોમાંથી ચારમાં જીત હાંસલ કરી ચૂકી છે, અને સારી સ્થિતિમાં પહોંચી ચૂકી છે. જો બેંગ્લૉર આજની મેચ જીતી જશે, તો પૉઇન્ટ ટેબલમાં ટોપ-3માં પહોંચી જશે.


કેવો છે પીચનો મિજાજ - 
બેંગ્લૉર અને કોલક્તા આજની મેચ આરબીસીના હૉમ ગ્રાઉન્ડ પર રમાશે, આજની મેચ બેંગ્લૉરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે, અહીં ખાસ કરીને RCBના બેટ્સમેનો  વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસીસ અને ગ્લેન મેક્સવેલ વિરોધી ટીમ પર હાવી રહી શકે છે. જો આ બેટ્સમેનો ચાલશે તો આરસીબીની જીત નક્કી છે.


આઇપીએલની આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી મેચોમાં આ મેદાન પર પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમનો એવેરેજ સ્કૉર 195નો રહ્યો છે. વળી, પ્રથમ બેટિંગની એવરેજ જીતનો સ્કૉર 200 રહ્યો છે. આથી માની શકાય કે આ મેદાન પર રનના ઢગલા થઇ શકે છે. અત્યાર સુધી પ્રથમ બેટિંગ કરનારી ટીમ અને રન ચેઝિંગ કરનારી ટીમની જીતની ટકાવારી 50-50ની રહી છે.