KKR vs RCB: IPL 2023માં આજે 36મી મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે ટક્કર થશે. આ મેચ આજે સાંજે 7.30 કલાકે શરૂ થશે. બંને ટીમો વચ્ચે આ સિઝનની આ 33મી મેચ રમાશે. આ પહેલા આમને સામને થવાની વાત કરીએ તો, આ પહેલા રમાયેલી 32 મેચોમાં KKR 18 અને RCBએ 14 મેચ જીતી છે. આ ટીમોના છેલ્લી પાંચ મેચોમાં પણ કેકેઆરનો દબદબો રહ્યો છે. KKRએ આ પાંચમાંથી ત્રણ મેચ જીતી છે. IPLની આ સિઝનમાં પણ આ બંને ટીમો સામસામે આવી ચૂકી છે. આ મેચમાં KKRએ RCBને 81 રનથી હરાવ્યું હતું.


KKRની સ્ટ્રેન્થ અને વીકનેસ  - 
આઈપીએલની આ સિઝનમાં કોલકાતાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમના મોટાભાગના બેટ્સમેનોએ પોતાની સ્કીલ બતાવવામાં સફળ રહ્યાં છે. જેસન રૉય, વેંકટેશ અય્યર, નીતિશ રાણા, રિન્કુ સિંહ અને આન્દ્રે રસેલ ફોર્મમાં છે. જોકે, વિનિંગ રેશિઓ ધીમો રહ્યો છે. છેલ્લી કેટલીક મેચોમાં આ બેટ્સમેનોનનું પ્રદર્શન રેગ્યૂલર રહ્યું નથી.


આ ટીમની સૌથી નબળી કડી બૉલિંગ રહી છે. ખાસ કરીને ઝડપી બૉલરો આ સિઝનમાં સંપૂર્ણ ફ્લૉપ રહ્યા છે. KKRના બૉલરો ઢગલાબંધ રન આપી રહ્યાં છે. બેંગલોરના મેદાનમાં આ બૉલરોની સ્થિત ખરાબ થઈ શકે છે, કારણ કે આ મેદાન બેટ્સમેનોને ખુબ અનુકૂળ રહ્યું છે.


RCBની સ્ટ્રેન્થ અને વીકનેસ - 
RCBએ અત્યાર સુધી જેટલી મેચો જીતી છે, તેમાં આ ટીમના ટોપ-3ની મહત્વની ભૂમિકામાં રહી છે. કોહલી, ડુપ્લેસીસ અને મેક્સવેલ ખુબ જ ફાસ્ટ રન બનાવી રહ્યાં છે. બૉલિંગમાં મોહમ્મદ સિરાજ આ ટીમની તાકાત છે. તે સારા ઈકોનોમી રેટ સાથે બૉલિંગ કરી રહ્યો છે અને પાવરપ્લેમાં ટીમ માટે વિકેટ પણ લઈ રહ્યો છે.


RCB માટે મીડલ ઓર્ડર સૌથી મોટો પ્રશ્ન બન્યો છે. ટોપ-3 સિવાય અન્ય કોઈપણ બેટ્સમેન કોઇ ખાસ પ્રભાવ પાડી શક્યો નથી. બૉલિંગમાં પણ સિરાજ સિવાય અન્ય બૉલરોના પ્રદર્શનમાં પણ અનિયમિતતા રહ્યું છે. જોકે, છેલ્લી બે મેચમાં આરસીબીના તમામ બૉલરોએ સારું પ્રદર્શન કર્યું છે.


આ વખતે કોણ કોના પર પડશે ભારે ?
કોલકાતાની ટીમ ભલે હેડ ટૂ હેડ રેકોર્ડમાં સારી રહી છે, પરંતુ હાલમાં જીતની સ્પીડ રૉયલ ચેલેન્જર્સ પાસે છે. KKRની ટીમનો છેલ્લી ચાર મેચોમાં હારનો સિલસિલો યથાવત રહ્યો છે, વળી RCBએ બે બેક-ટૂ-બેક જીત મેળવી છે. આરસીબીની ટીમે આ સિઝનમાં સાતમાંથી ચાર મેચ જીતી છે, વળી, કેકેઆરને સાત મેચમાં માત્ર બેમાં જીત મળી છે. આરસીબીની ટીમમાં બેટિંગ અને બૉલિંગમાં સારું એવું સંતુલન છે. બીજીબાજુ આ સિઝનમાં KKRની બૉલિંગ ખુબ જ ખરાબ રહી છે. આવામાં આજની મેચમાં RCBનું પલડુ થોડુ ભારે રહી શકે છે.