Chennai Super Kings vs Lucknow Super Giants Head To Head Record: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં છઠ્ઠી મેચ રમાશે, આજે 3 એપ્રિલે મેદાનમાં ધોની સેના સામે રાહુલ આર્મીની જોરદાર ટક્કર જોવા મળશે. આજે ચેન્નાઇ સુપર કિંગ્સનો મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ સામે થશે. આજની મેચમાં ચેન્નાઇ પોતાના હૉમ ગ્રાઉન્ડને ફાયદો ઉઠાવીને જીતવાનો ભરપુર પ્રયાસ કરશે, તો વળી, બીજીબાજુ કેએલ રાહુલની ટીમે લીગમાં બીજી જીત મેળવવા મહેનત કરશે. 


ધોનીની આગેવાની વાળી ચેન્નાઇની ટીમે અને કેએલ રાહુલની કેપ્ટનશીપ હેઠળની લખનઉની ટીમ, બન્ને ટીમો ખુબજ દમદાર છે, અને કેટલાય મેચ વિનર ખેલાડીઓથી ભરેલી છે. પરંતુ આજની મેચ શરૂ થાય તે પહેલા અહીં અમે તમને બન્ને ટીમોના હેડ ટૂ હેડ આંકડા બતાવી રહ્યાં છીએ. જાણો અત્યાર સુધી કોણ કોના પર પડ્યુ છે ભારે..... 


CSK vs LSG હેડ ટૂ હેડ આંકડા - 
IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સનો ઇતિહાસ બહુ લાંબો નથી. આ ફ્રેન્ચાઇઝીએ ગયા વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ સિઝનમાં જ લખનૌની ટીમ પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી હતી. આંકડાઓ પર નજર કરીએ તો CSK અને લખનઉ વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ છે. IPL 2022માં રમાયેલી આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. આમ મનોવૈજ્ઞાનિક રીતે લખનઉની ટીમે ચેન્નાઇ પર હાવી છે. 


પહેલી મેચમાં મળી હતી હાર - 
IPL 2023ની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે ચેન્નાઇને 5 વિકેટથી હરાવી દીધુ હતુ. ચેન્નાઈની ટીમ આ મેચમાં સારો સ્કૉર કર્યો હોવા છતાં હારી ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા CSKએ 178 રન બનાવ્યા હતા, પરંતુ ગુજરાતે 4 બૉલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. આ મેચમાં ચેન્નાઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડે 92 રનની ઝડપી ઈનિંગ રમી હતી. લખનઉ સામેની મેચમાં તેની પાસેથી આવી જ કેટલીક શાનદાર ઇનિંગ્સની અપેક્ષા હવે આજે ફરીથી પણ રાખવામાં આવશે. આ ઉપરાંત બેન સ્ટોક્સ પણ આ મેચમાં પોતાની યોગ્યતા સાબિત કરવા માંગશે.