IPL 2023 Playoffs schedule: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તમામ લીગ મેચો પૂર્ણ થઇ ચૂકી છે, આજથી એટલે કે 23 મેએથી આઇપીએલ 2023ની પ્લેઓફ મેચો શરૂ થઇ રહી છે, આજે પ્રથમ મેચમાં ક્વૉલિફાયર ટીમો ટકરાશે, આજે પ્રથમ ક્વૉલિફાયર મેચ ગઇ ચેમ્પીયન ટીમ ગુજરાત ટાઇટન્સનો સામનો ચાર વારની ચેમ્પીયન ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે થવાનો છે. ખાસ વાત છે કે, આઇપીએલની 16મી સિઝનની કુલ 74 મેચો રમાવવાની છે, જેમાં આજે 71મી મેચમાં હાર્દિકનો સામનો ધોની સામે થશે. જાણો અહીં બાકી રહેલી અંતિમ ચાર મેચો વિશે......


IPL 2022 પ્લેઓફ શિડ્યૂલ - 


ક્વૉલિફાયર 1 મેચ - 
ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ 
આ મેચ 23મી મેએ મંગળવારે, ભારતીય સમયાનુસાર, સાંજે 7:30 વાગ્યાથી એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઇમાં રમાશે. 


એલિમિનેટર મેચ - 
લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ મુંબઇ ઇન્ડિયન્સ 
આ મેચ 24મી મેએ બુધવારે, ભારતીય સમયાનુસાર, સાંજે 7:30 વાગ્યાથી એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઇમાં રમાશે. 


ક્વૉલિફાયર 2 મેચ - 
અહીં આ મેચમાં ક્વૉલિફાયર 1 મેચમાં હારી ટીમનો સામનો એલિમીનેટર મેચમાં જીતનારી ટીમ સામે થશે. 
આ મેચ 26મી મેએ શુક્રવારે, ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગ્યાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં રમાશે. 


આઇપીએલ 2023 - ફાઇનલ મેચ 
આ મેચમાં આઇપીએલની 16મી સિઝનને નવું ચેમ્પીયન મળશે, ચેમ્પીયન બનવા માટે અહીં બે ટીમો આમને સામને ટકરાશે. આ મેચમાં ક્વૉલિફાયર 1 મેચ જીતનારી ટીમનો સામનો ક્વૉલિફાયર 2 મેચ જીતનારી ટીમ સામે થશે. 
આ મેચ 28મી મેએ રવિવારે સાંજે ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગ્યાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાશે.


 


IPL 2023 Qualifier 1: આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે રમાશે પ્રથમ ક્વોલિફાયર, જાણો કોણ મારી શકે છે બાજી?


GT vs CSK Qualifier 1:  ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. લીગની તમામ 70 મેચો રમાઈ ચૂકી છે અને હવે પ્રથમ ક્વોલિફાયર મેચ પોઈન્ટ ટેબલની ટોપ-2 ટીમો વચ્ચે રમાશે. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આઇપીએલ 2023ની પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આમને-સામને થશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. પ્રથમ ક્વોલિફાયરની વિજેતા ટીમ સીધી ફાઇનલમાં જશે જ્યારે હારનાર ટીમ એલિમિનેટર મેચની વિજેતા ટીમ સાથે બીજી ક્વોલિફાયર રમશે. લીગ તબક્કામાં ગુજરાત અને ચેન્નઈ વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ હતી, જે ગુજરાતે પાંચ વિકેટે જીતી હતી. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાની ટીમ એક અલગ જ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.


જોકે, આ મેચ ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ પર રમાશે, જ્યારે ગુજરાતે લીગ સ્ટેજમાં ચેન્નાઈને ઘરઆંગણે હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ચેન્નાઈની ટીમને ઘરઆંગણે ફાયદો થવાની પૂરી આશા છે. ઉલ્લેખનીય છે કે, IPLના ઈતિહાસમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ ગુજરાત ટાઈટન્સ સામે એક પણ મેચ જીતી શકી નથી. IPL 2022માં ડેબ્યૂ કરનાર ગુજરાતે અત્યાર સુધીમાં ચેન્નઈ સામે ત્રણ મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. જો આપણે ચેન્નઈ અને ગુજરાત વચ્ચેની મેચમાં જીતના અંદાજની વાત કરીએ તો આ મેચમાં ગુજરાત ટાઇટન્સનો હાથ ઉપર છે. જોકે, ધોનીની ટીમને તેના ઘરમાં હરાવવી સરળ નથી. આવી સ્થિતિમાં આ મેચ રોમાંચક રહેવાની આશા છે. અત્યારે આ મેચમાં ચેન્નઈનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે.