IPL 2023: દેશમાં અત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગની ધૂમ ચાલી રહી છે, ક્રિકેટરોની સાથે સાથે ફેન્સ પણ આ ક્રિકેટ લીગના રંગમાં રંગાઇ ગયા છે. અત્યારે આઇપીએલ 2023ની મેચ રમાઇ રહી છે, અને હાલમાં જ ક્રિકેટના દર્શકોને સ્ટેડિયમમાંથી મોટી વૉર્નિંગ આપવામાં આવી છે. દેશના દરેક શહેરોમાં અત્યારે ભારે ખીચોખીચ ભરેલા સ્ટેડિયમોમાં મેચો યોજાઈ રહી છે. પરંતુ આ દરમિયાન દર્શકો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત પ્રશંસકોને મેદાન પર રાજકીય મામલાઓને લગતા વિવાદાસ્પદ પૉસ્ટર લઈ જવાની મનાઈ છે.
ખરેખરમાં, Paytm Insider એ ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રૉયલ્સ અને પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝીસની ટિકિટિંગ ભાગીદાર છે. આવી સ્થિતિમાં તેણે કેટલીક પ્રતિબંધિત વસ્તુઓની યાદી બહાર પાડી છે. આ અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે દર્શકોને સ્ટેડિયમમાં નાગરિકતા સંશોધન અધિનિયમ અને રાષ્ટ્રીય નાગરિકતા નોંધણીનો વિરોધ કરતા આને લગતા કોઈપણ પ્રકારનું બેનર લઈ જવા દેવામાં આવશે નહીં.
અમદાવાદ સહિત આ ચાર શહેરોમાં પ્રતિબંધ
ક્રિકેટ દર્શકોને સ્ટેડિયમમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા નોંધણી (NRC) સંબંધિત કોઈપણ પ્રકારના બેનર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં જોકે, તેનો અમલ દિલ્હી, મોહાલી, હૈદરાબાદ અને અમદાવાદ એમ ચાર શહેરોમાં યોજાનારી મેચો માટે છે. નિયમનું ઉલ્લંઘન કરવા પર કડક કાર્યવાહી થઈ શકે છે.