KKR vs CSK: એકતરફી મેચમાં ચેન્નાઈએ કોલકાતાને 49 રને હરાવ્યું, રહાણે-તિક્ષાનાનું શાનદાર પ્રદર્શન

PL 2023 ની 33મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

gujarati.abplive.com Last Updated: 23 Apr 2023 11:28 PM
CSKની 49 રને જીત

ચેન્નાઈની ટીમ કોલકાતાને 49 રને હરાવી દીધું છે. કોલકાતા તરફથી જેસન રોયએ 61 અને રિંકુ સિંહએ 50 રનની ઈનિંગ રમી હતી. તો બીજી તરફ ચેન્નાઈ તરફથી તિક્ષણા અને દેશપાંડેએ 2-2 વિકેટ લીધી હતી.

કોલકાતાની 7મી વિકેટ પડી

કોલકાતાની 7મી વિકેટ પડી. ડેવિડ વેઈસ માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. ગ્રાઉન્ડ અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો. પરંતુ ધોનીએ ડીઆરએસ લીધો, જેમાં તેને આઉટ જાહેર કરવામાં આવ્યો. કોલકાતાએ 17.3 ઓવરમાં 171 રન બનાવ્યા છે. રિંકુ સિંહ 44 રન બનાવીને રમી રહ્યો છે.

જેસન રોય 61 રને આઉટ

કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. જેસન રોય 26 બોલમાં 61 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 5 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. તિક્ષાનાએ રોયને શિકાર બનાવ્યો.

કોલકાતાએ 10 ઓવરમાં 76 રન બનાવ્યા

કોલકાતા નાઈટ રાઈડર્સે 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 76 રન બનાવ્યા હતા. ટીમની જીત ઘણી મુશ્કેલ છે. કોલકાતાને 60 બોલમાં 160 રનની જરૂર છે. જેસન રોય 21 અને રિંકુ સિંહ 3 રન બનાવીને રમી રહ્યા છે.

કોલકાતાની ત્રીજી વિકેટ પડી

કોલકત્તાને મોટો આંચકો લાગ્યો છે. વેંકટેશ અય્યર 20 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. કોલકાતાએ 7.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 46 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 77 બોલમાં 190 રનની જરૂર છે. મોઇન અલીએ વેંકટેશને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

કોલકાતાની ખરાબ શરૂઆત

કોલકાતાની ખરાબ શરૂઆત, 2 રનમાં 2 વિકેટ, સુનીલ નારાયણ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો,જગદીશન પણ આઉટ

ચેન્નઈના 4 વિકેટે 235 રન

ચેન્નઈ સુપર કિંગ્સે જીતવા માટે કોલકાતાને જીતવા માટે આપ્યો 236 રનનો ટાર્ગેટ, અજીંક્ય રહાણેની 29 બોલમાં 71 રનની ઝંઝાવાતી બેટિંગ

રવિન્દ્ર જાડેજા આઉટ, બનાવ્યા 18 રન

રવિન્દ્ર જાડેજા 18 રન બનાવી આઉટ,ચેન્નઈનો સ્કોર 220ને પાર

શિવમ દુબે 50 રન બનાવી પેવેલિયન પરત ફર્યો

શિવમ દુબે 20 બોલમાં અડધી સદી ફટકારી કેચ આઉટ. ચેન્નઈ સુપર કિંગ્સને ત્રીજો ઝટકો. 

શિવમ દુવે અને રહાણેની તોફાની બેટિંગ

શિવમ દુબે 16 બોલમાં 40 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 4 સિક્સર અને 2 ફોર ફટકારી છે. અજિંક્ય રહાણે 20 બોલમાં 38 રન બનાવીને રમી રહ્યો છે.

ચેન્નાઈએ 12 ઓવરમાં 109 રન, રહાણેનો ઝંઝાવાત

ચેન્નાઈ સુપર કિંગ્સે 12 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 109 રન બનાવ્યા હતા. કોનવેએ 39 બોલમાં 56 રન બનાવ્યા છે. અજિંક્ય રહાણેની ઝંઝાવાતી બેટિંગ. 

કોનવે શાનદાર અડધી બનાવી આઉટ

ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ડેવોન કોનવેએ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. તેણે 34 બોલમાં 50 રન બનાવ્યા છે. કોનવેએ 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. કોનવે 56 રન બનાવી કેચ આઉટ થયો હતો. 

ચેન્નાઈને પહેલો ફટકો, ઋતુરાજ આઉટ

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્રથમ વિકેટ પડી. ઋતુરાજ ગાયકવાડ 20 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 સિક્સ અને 2 ફોર ફટકારી હતી. ચેન્નાઈએ 7.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 73 રન બનાવ્યા.

ચેન્નાઈએ 5 ઓવરમાં બનાવ્યા 45 રન

ચેન્નાઈ સુપર કિંગ્સે 5 ઓવરમાં 45 રન બનાવ્યા હતા. ડેવોન કોનવે 31 રન બનાવીને રમી રહ્યો છે. ઋતુરાજ ગાયકવાડ 14 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 45 રનની ભાગીદારી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન: એન જગદીસન (વિકેટમાં), જેસન રોય, નીતિશ રાણા (સી), આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, ડેવિડ વિઝ, કુલવંત ખેજરોલિયા, સુયશ શર્મા, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (wk/c), મતિષા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ થેક્ષાના

બ્રેકગ્રાઉન્ડ

KKR vs CSK Match: કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આજે મુકાબલો ખેલાઈ રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ પ્રથમ બેટિંગ માટે મેદાનમાં ઉતરશે. IPL 2023 ની 33મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. કોલકાતા અને ચેન્નાઈ વચ્ચેની આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે. ચેન્નાઈ મજબૂત સ્થિતિમાં છે. તેણે 6માંથી 4 મેચ જીતી છે. જ્યારે કોલકાતાએ 6 મેચમાંથી માત્ર 2 જ જીતી છે. પરંતુ આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. કોલકાતા પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. તેણે 6 મેચ રમીને 2 જીતી છે. જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતાએ છેલ્લી 3 મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે. તેને હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીથી હાર મળી છે. પરંતુ તે આ મેચ હોમ ગ્રાઉન્ડ પર રમશે. તેથી, કોઈ પણ સંજોગોમાં જીતીને ટુર્નામેન્ટમાં પાછા ફરવા મેદાને પડશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.