KKR vs GT Score Live: ગુજરાત ટાઇટન્સનો દબદબો યથાવત, કોલકાતા નાઇટ રાઇડર્સને ૩૯ રનથી હરાવ્યું

KKR vs GT Live Score IPL 2025: ડિફેન્ડિંગ ચેમ્પિયન KKRનો ગુજરાત ટાઇટન્સ સામે મુકાબલો, GT પોઈન્ટ ટેબલમાં ટોચ પર, KKR સાતમા સ્થાને.

gujarati.abplive.com Last Updated: 21 Apr 2025 11:28 PM

બ્રેકગ્રાઉન્ડ

KKR vs GT Live Score IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫માં આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે જંગ ખેલાઈ...More

KKR vs GT: ગુજરાત ટાઇટન્સનો દબદબો યથાવત, કોલકાતા નાઇટ રાઇડર્સને ૩૯ રનથી હરાવ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫માં ગુજરાત ટાઇટન્સ (GT)નું શાનદાર પ્રદર્શન સતત જારી છે. ટુર્નામેન્ટની ૩૯મી મેચમાં ગુજરાતે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને ૩૯ રનથી હરાવીને વધુ એક મહત્વપૂર્ણ જીત પોતાના નામે કરી છે. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ તરફ મજબૂતીથી આગળ વધી રહ્યું છે.


મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૯૮ રનનો મોટો સ્કોર ખડક્યો હતો. ૧૯૯ રનના પડકારજનક લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ ગુજરાતના બોલરો સામે ટકી શકી નહોતી અને માત્ર ૧૫૯ રન જ બનાવી શકી, જેના કારણે તેમને ૩૯ રનથી પરાજયનો સામનો કરવો પડ્યો.


આઠ મેચોમાં ગુજરાત ટાઇટન્સની આ છઠ્ઠી જીત છે, જે દર્શાવે છે કે ટીમ આ સિઝનમાં કેટલી મજબૂત સ્થિતિમાં છે. બીજી તરફ, KKRના બેટ્સમેનો ગુજરાતના બોલરો સામે લાચાર જોવા મળ્યા હતા. KKRના કેટલાક મુખ્ય ખેલાડીઓ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જેમાં રહેમાનુલ્લા ગુરબાઝ માત્ર ૧ રન, સુનિલ નારાયણ ૧૭ રન, વેંકટેશ ઐયર ૧૯ બોલમાં ૧૪ રન, આન્દ્રે રસેલ ૧૫ બોલમાં ૨૧ રન, રમનદીપ સિંહ ૧ રન અને મોઈન અલી શૂન્ય રને આઉટ થયા હતા, જે તેમની હારનું મુખ્ય કારણ બન્યું હતું.