KKR vs LSG Live Score: લખનઉએ કોલકત્તાને એક રનથી હરાવ્યું, પ્લે ઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની

કોલકતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે આજે મેચ રમાશે

gujarati.abplive.com Last Updated: 20 May 2023 11:33 PM
પ્લે ઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની લખનઉ

રોમાંચક મેચમાં લખનઉએ કોલકત્તાને એક રનથી હરાવ્યું

લખનઉ સુપર જાયન્ટ્સે રોમાંચક મેચમાં કોલકતા નાઈટ રાઈડર્સને 1 રનથી હરાવ્યું છે. આ જીત સાથે લખનઉએ પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું છે. લખનઉએ પ્રથમ બેટિંગ કરતા 176 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકતાની ટીમ માત્ર 175 રન જ બનાવી શકી હતી. 





કોલકતાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર

કોલકતાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર છે. ટીમે 19 ઓવરમાં 156 રન બનાવ્યા છે. રિંકુ સિંહે શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી. તે 28 બોલમાં 51 રન બનાવીને રમી રહ્યો છે. 

કોલકત્તાએ ગુમાવી સાતમી વિકેટ

કોલકત્તાની સાતમી વિકેટ 136 રનના સ્કોર પર પડી હતી. સુનીલ નારાયણ બે બોલમાં એક રન બનાવીને રનઆઉટ થયો હતો. 

કોલકતાએ ચોથી વિકેટ ગુમાવી

કોલકતાની ચોથી વિકેટ 108 રનના સ્કોર પર પડી હતી. રહેમાનુલ્લાહ ગુરબાઝ 15 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. 

કોલકતાનો સ્કોર 100 રનને પાર

કોલકતા નાઈટ રાઈડર્સનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 100 રનને પાર કરી ગયો છે. કોલકતાનો સ્કોર 13 ઓવર બાદ ત્રણ વિકેટે 103 રન છે.

લખનઉની અડધી ટીમ આઉટ

લખનઉની અડધી ટીમ 73 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગઈ છે. વરુણ ચક્રવર્તીએ ડિકોકને આઉટ કરીને લખનઉને પાંચમો ઝટકો આપ્યો હતો. ડિકોકે 27 બોલમાં 28 રન બનાવ્યા હતા. 

લખનઉએ ચોથી વિકેટ ગુમાવી 

લખનઉ સુપર જાયન્ટ્સની ચોથી વિકેટ 71 રનના સ્કોર પર પડી હતી. કેપ્ટન કૃણાલ પંડ્યા આઠ બોલમાં નવ રન બનાવીને આઉટ થયો છે. 

લખનઉની ત્રીજી વિકેટ પડી

લખનઉ સુપર જાયન્ટ્સની ત્રીજી વિકેટ 55 રનના સ્કોર પર પડી હતી. માર્કસ સ્ટોઈનિસ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો.  વૈભવે એક જ ઓવરમાં બે વિકેટ લઈને લખનઉની ટીમને બેકફૂટ પર લાવી દીધી છે. 

લખનઉએ પ્રથમ વિકેટ ગુમાવી

લખનઉ સુપર જાયન્ટ્સની પહેલી વિકેટ 14 રનના સ્કોર પર પડી હતી. કર્ણ શર્મા પાંચ બોલમાં ત્રણ રન બનાવીને આઉટ થયો છે. હર્ષિત રાણાએ તેને આઉટ કર્યો હતો.

કોલકત્તાની પ્લેઇંગ ઇલેવન

લખનઉની પ્લેઇંગ ઇલેવન

કોલકત્તાએ ટોસ જીત્યો

બ્રેકગ્રાઉન્ડ

KKR vs LSG Head to Head, Match Prediction: કોલકતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે આજે મેચ રમાશે. પ્લે ઓફમાં પહોંચવા માટે લખનઉ માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી છે. જો લખનઉની ટીમ આ મેચ જીતી જાય છે તો તે પ્લેઓફમાં પોતાનું સ્થાન સંપૂર્ણપણે નિશ્ચિત કરી લેશે. બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે.


લખનઉની ટીમે તેની છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત મેળવી હતી. આ મેચમાં માર્કસ સ્ટોઈનિસ અને કેપ્ટન કૃણાલ પંડ્યાએ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. કોલકતા નાઈટ રાઈડર્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની છેલ્લી મેચ પણ 6 વિકેટથી જીતી લીધી હતી.


લખનઉ માટે જીત જરૂરી છે


લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. લખનઉએ અત્યાર સુધી 13માંથી 7 મેચ જીતી છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં જીત સાથે પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરશે. પરંતુ જો ટીમ આ મેચમાં હારી જશે તો તેણે અન્ય મેચના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.


કોલકતા અને લખનઉ વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધીમાં બે વખત ટક્કર થઈ ચૂકી છે. આ બંને મેચમાં લખનઉની ટીમનો વિજય થયો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.