KKR vs RCB LIVE Score: રોમાંચક મુકાબલામાં કોલકત્તાએ બેંગલુરુને એક રનથી હરાવ્યું, રસેલની ત્રણ વિકેટ

IPL 2024 KKR vs RCB: આઇપીએલ 2024ની 36મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.

gujarati.abplive.com Last Updated: 21 Apr 2024 08:05 PM
કોલકત્તાનો એક રનથી વિજય

કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આરસીબી અને કેકેઆર વચ્ચેની મેચ રોમાંચક રહી હતી. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 222 રન બનાવ્યા હતા. જવાબમાં કોહલી અને ફાફ સસ્તામાં આઉટ થઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ વિલ જેક્સ અને રજત પાટીદારે અડધી સદી ફટકારીને મેચની બાજી પલટી હતી.  એવું લાગતું હતું કે આરસીબી આસાનીથી જીતી જશે, પરંતુ પછી આન્દ્રે રસેલ અને સુનીલ નરેને પોતપોતાની ઓવરમાં બે-બે વિકેટ લઈને મેચને બદલી નાખી હતી. 19મી ઓવરના છેલ્લા બોલ પર કાર્તિક આઉટ થયો ત્યારે કેકેઆરની જીત નિશ્ચિત હતી. જો કે, ત્યાર બાદ કર્ણ શર્માએ છેલ્લી ઓવરમાં  ત્રણ સિક્સ ફટકારીને મેચને રોમાંચક બનાવી હતી. હવે આરસીબીને બે બોલમાં ત્રણ રનની જરૂર હતી. પરંતુ ત્યારબાદ KKR એ મેચ એક રનથી જીતી લીધી હતી.

રસેલે રજત અને જેક્સને કર્યા આઉટ

આંન્દ્રે રસેલ અને રજત પાટીદારે વિલ જેક્સને આઉટ કરી મેચમાં કેકેઆરની વાપસી કરાવી છે. જેક્સ 32 બોલમાં 55 અને રજત પાટીદાર 23 બોલમાં 52 રન કરી આઉટ થયો હતો.


 

રજત પાટીદારે ફક્ત 21 બોલમાં ફટકારી અડધી સદી

રજત પાટીદાર અને વિલ જેક્સે તોફાની ભાગીદરી કરી હતી. રજતે ફક્ત 21 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે ત્રણ ચોગ્ગા અને પાંચ સિક્સ ફટકારી હતી. 11 ઓવર બાદ આરસીબીનો સ્કોર બે વિકેટ પર 137 રન છે.

સુયષ શર્માની ઓવરમાં આવ્યા 22 રન

રજત પાટીદારે સુયષ શર્માની ઓવરમાં 22 રન ફટકાર્યા હતા. તેણે બે સિક્સ અને બે ચોગ્ગા માર્યા હતા.

વિલ જેક્સે 29 બોલમાં ફટકારી અડધી સદી

વિલ જેક્સે આઇપીએલમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે ચાર ચોગ્ગા અને પાંચ સિક્સની મદદથી ફક્ત 29 બોલમાં અડધી સદી પુરી કરી છે.

કોલકત્તાને બીજી સફળતા મળી

વરુણ ચક્રવર્તીએ RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસિસને આઉટ કરીને KKRને બીજી સફળતા અપાવી હતી. ડુપ્લેસિસ સાત બોલમાં સાત રન બનાવીને આઉટ થયો હતો. વેંકટેશ ઐય્યરે ડુપ્લેસિસનો શાનદાર કેચ કર્યો હતો.

કોહલી 18 રન કરી આઉટ

યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ શાનદાર બોલિંગ કરી અને વિરાટ કોહલીને પેવેલિયન મોકલીને આરસીબીને પહેલો ઝટકો આપ્યો હતો. કોહલી સાત બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. જો કે કોહલીએ આઈપીએલમાં 250 છગ્ગા પૂરા કર્યા હતા.

આરસીબીને 223 રનનો ટાર્ગેટ મળ્યો હતો

પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે કેપ્ટન શ્રેયસની અડધી સદી અને ફિલ સોલ્ટ અને રમનદીપ સિંહની ઝડપી ઈનિંગ્સની મદદથી RCBને 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ KKR 20 ઓવરમાં છ વિકેટે 222 રન કરી શક્યું હતું. 





શ્રેયસ અડધી સદી ફટકારી આઉટ 

કેમરૂન ગ્રીને શ્રેયસને આઉટ કરીને KKRને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. શ્રેયસ 36 બોલમાં 50 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ મેચમાં ગ્રીનની આ બીજી વિકેટ છે. હવે રમનદીપ સિંહ ક્રિઝ પર આવ્યો છે અને આન્દ્રે રસેલ તેની સાથે રમી રહ્યો છે.

રિંકુ સિંહ પેવેલિયન પરત ફર્યો

લોકી ફર્ગ્યુસને રિંકુ સિંહને આઉટ કરીને KKRને પાંચમો ઝટકો આપ્યો હતો. આ રીતે રિંકુ અને શ્રેયસ  વચ્ચે ચાલી રહેલી ભાગીદારીનો અંત આવ્યો છે. રિંકુ 16 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. રિંકુના આઉટ થયા બાદ આન્દ્રે રસેલ ક્રિઝ પર આવ્યો છે અને તેની સાથે શ્રેયસ હાજર છે.

કોલકત્તાના ચાર વિકેટે 126 રન 

કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 4 વિકેટે 126 રન થઈ ગયો છે. હવે 8 ઓવરની રમત બાકી છે. આવી સ્થિતિમાં KKR સરળતાથી 200 સુધી પહોંચી શકે છે. કેપ્ટન શ્રેયસ  20 બોલમાં 24 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે રિંકુ સિંહ 11 બોલમાં 18 રન બનાવીને રમતમાં છે. 

સુનીલ નરેન 15 બોલમાં 10 રન બનાવીને આઉટ

કોલકાતાએ છઠ્ઠી ઓવરમાં 66ના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી દીધી હતી. તે 15 બોલમાં માત્ર 10 રન જ બનાવી શક્યો હતો. યશ દયાલે નરેનને પેવેલિયનમાં મોકલ્યો હતો. 

અંગક્રિશ રઘુવંશી પણ આઉટ

યશ દયાલે છઠ્ઠી ઓવરમાં કોલકાતાને બે ઝટકા આપ્યા હતા. સુનીલને આઉટ કર્યા બાદ તેણે અંગક્રિશ રઘુવંશીને પણ પેવેલિયન મોકલી દીધો હતો. રઘુવંશી ચાર બોલમાં માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો.

વેંકટેશ ઐય્યર આઉટ

કેમરન ગ્રીને વેંકટેશ ઐય્યરને આઉટ કરીને KKRને ચોથો ઝટકો આપ્યો છે. વેંકટેશે સારી શરૂઆત કરી પરંતુ તે આઠ બોલમાં 16 રન બનાવીને આઉટ થઈ ગયો. વેંકટેશના આઉટ થયા બાદ રિંકુ સિંહ ક્રિઝ પર આવ્યો છે અને તેની સાથે કેપ્ટન શ્રેયસ અય્યર છે.

KKR vs RCB Live :સોલ્ટ અડધી સદી ચૂક્યો

મોહમ્મદ સિરાજે ફિલ સોલ્ટને આઉટ કરીને આરસીબીને પહેલો ઝટકો આપ્યો હતો. શાનદાર ફોર્મમાં રહેલો સોલ્ટ અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો હતો અને 14 બોલમાં 48 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે અંગક્રિશ રઘુવંશી ક્રિઝ પર આવ્યો છે અને તેની સાથે સુનીલ નારાયણ રમી રહ્યો છે.

KKR vs RCB Live Score: ફર્ગ્યુસનની ઓવરમાં સોલ્ટે 28 રન ફટકાર્યા

RCB તરફથી લોકી ફર્ગ્યુસન ચોથી ઓવર ફેંકવા આવ્યો હતો. ફિલ સોલ્ટે આ ઓવરમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. 4 ઓવર પછી કોલકાતાનો સ્કોર કોઈ વિકેટ વિના 55 રન છે. ફિલ સોલ્ટ 13 બોલમાં 48 રન સુધી પહોંચી ગયો છે. 

કોલકત્તાની આક્રમક શરૂઆત,

RCB સામે પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ શાનદાર શરૂઆત કરી હતી. 3.5 ઓવરના અંતે કોલકાતાએ કોઈપણ નુકસાન  વિના 51 રન બનાવી લીધા છે. ફિલ સોલ્ટ  13 બોલમાં 48 રન અને સુનીલ નારાયણ 11 બોલમાં ચાર રન બનાવીને રમી રહ્યો છે.

આરસીબીની પ્લેઇંગ ઇલેવન

કોલકત્તા નાઇટ રાઇડર્સની પ્લેઇંગ-11

આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે કોલકત્તા સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આરસીબીએ આ મેચ માટે પ્લેઇંગ-11માં ત્રણ ફેરફાર કર્યા છે.





બ્રેકગ્રાઉન્ડ

IPL 2024 KKR vs RCB: આઇપીએલ 2024ની 36મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે. કેકેઆરએ ગઇ વખતે આરસીબીને હરાવ્યું હતું. હવે ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશીપ વાળી ટીમ બદલો લેવાની રાહ જોઈ રહી છે. ટીમ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. આરસીબીનું આ સીઝનમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. તે અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે.


નીતિશ રાણા અને રિન્કુ સિંહને KKR તરફથી રમવા પર શંકા છે. નીતીશ ઈજાના કારણે બહાર છે. રિંકુને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. જોકે, આ બંનેની ફિટનેસને લઈને કોઈ લેટેસ્ટ અપડેટ પ્રાપ્ત થયું નથી. સુનીલ નારાયણ આ મેચમાં KKR માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેણે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. નરેન ટીમ માટે ઓપનિંગ કરે છે અને પોતાની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યો છે.


RCB ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેણે અત્યાર સુધીમાં 7 મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન માત્ર એક જ મેચ જીતી શકી છે. RCB પૉઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે. છેલ્લી મેચમાં પણ કોલકાતાએ તેને હરાવ્યો હતો. આ મેચમાં આરસીબીને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ વખતે ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશીપ હેઠળની ટીમ જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. પરંતુ તેના માટે ઈડન ગાર્ડન્સનો રસ્તો આસાન નહીં હોય.


કોલકત્તા-બેંગ્લૉરની મેચ માટે સંભવિત ખેલાડી


કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ- 
ફિલ સૉલ્ટ, સુનીલ નારાયણ, અંગકૃશ રઘુવંશી, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર/નીતીશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.


રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ- 
ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, વિલ જેક્સ, રજત પાટીદાર, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક, અનુજ રાવત, મહિપાલ લોમરોર, અલઝારી જોસેફ, વિજયકુમાર વિશાક, મોહમ્મદ સિરાજ.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.