IPL 2024 KKR vs RCB: આઇપીએલ 2024ની 36મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે. કેકેઆરએ ગઇ વખતે આરસીબીને હરાવ્યું હતું. હવે ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશીપ વાળી ટીમ બદલો લેવાની રાહ જોઈ રહી છે. ટીમ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. આરસીબીનું આ સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. તે અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે.


નીતિશ રાણા અને રિન્કુ સિંહને KKR તરફથી રમવા પર શંકા છે. નીતીશ ઈજાના કારણે બહાર છે. રિંકુને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. જોકે, આ બંનેની ફિટનેસને લઈને કોઈ લેટેસ્ટ અપડેટ પ્રાપ્ત થયું નથી. સુનીલ નારાયણ આ મેચમાં KKR માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેણે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. નરેન ટીમ માટે ઓપનિંગ કરે છે અને પોતાની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યો છે.


RCB ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેણે અત્યાર સુધીમાં 7 મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન માત્ર એક જ મેચ જીતી શકી છે. RCB પૉઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે. છેલ્લી મેચમાં પણ કોલકાતાએ તેને હરાવ્યો હતો. આ મેચમાં આરસીબીને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ વખતે ફાફ ડુ પ્લેસિસની સુકાની ટીમ જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. પરંતુ તેના માટે ઈડન ગાર્ડન્સનો રસ્તો આસાન નહીં હોય.


કોલકત્તા-બેંગ્લૉરની મેચ માટે સંભવિત ખેલાડી


કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ- 
ફિલ સૉલ્ટ, સુનીલ નારાયણ, અંગકૃશ રઘુવંશી, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર/નીતીશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.


રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ- 
ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, વિલ જેક્સ, રજત પાટીદાર, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક, અનુજ રાવત, મહિપાલ લોમરોર, અલઝારી જોસેફ, વિજયકુમાર વિશાક, મોહમ્મદ સિરાજ.