KKR vs SRH Live Score: SRHની સૌથી મોટી હાર, કોલકાતા 80 રનથી જીત્યું; ઐયર-રઘુવંશી પછી વૈભવ-ચક્રવર્તી ચમક્યા

IPL KKR vs SRH Live Score: SRH એ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, KKR ની બેટિંગ શરૂ; જાણો હેડ ટુ હેડ રેકોર્ડ, પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન.

gujarati.abplive.com Last Updated: 03 Apr 2025 11:13 PM

બ્રેકગ્રાઉન્ડ

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: IPL 2025 ની આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ અહીં મેળવો. સનરાઈઝર્સ...More

KKR vs SRH Live Score: KKR એ SRH ને 80 રનથી હરાવ્યું

કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 80 રનથી હરાવીને IPL 2024 માં શાનદાર જીત મેળવી છે. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 200 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ 16.4 ઓવરમાં 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.


કોલકાતા તરફથી વેંકટેશ અય્યર અને અંગક્રિશ રઘુવંશીએ અડધી સદી ફટકારી હતી. અય્યરે 51 રન બનાવ્યા હતા, જ્યારે રઘુવંશીએ 54 રનનું યોગદાન આપ્યું હતું. આ બંનેની શાનદાર બેટિંગની મદદથી KKR એ 200 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.


જવાબમાં હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. ટીમની વિકેટો નિયમિત અંતરે પડતી રહી હતી. હેનરિક ક્લાસને 33 રન બનાવ્યા હતા, જ્યારે કામિન્દુ મેન્ડિસે 27 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, અન્ય કોઈ બેટ્સમેન મોટો સ્કોર બનાવી શક્યો ન હતો.


KKR તરફથી વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી હતી. બંને બોલરોએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આ બંનેની ઘાતક બોલિંગ સામે હૈદરાબાદના બેટ્સમેનો ટકી શક્યા ન હતા અને ટીમ 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.