ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માં રવિવારે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સનો 10 વિકેટે વિજય થયો હતો. પરંતુ આ મેચમાં ભારતીય ટીમના સિનિયર બેટ્સમેન કેએલ રાહુલે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ટી20 ક્રિકેટમાં સૌથી વિશ્વસનીય અને ક્લાસિક બેટ્સમેનોમાંનો એક છે. રાહુલે આ મેચમાં 60 બોલમાં સદી ફટકારી હતી. આ તેની IPLમાં 5મી સદી હતી. આ તેની ટી20 કારકિર્દીની સાતમી સદી હતી.
ટી-20 ક્રિકેટમાં ભારતીય બેટ્સમેનોમાં સૌથી વધુ સદીઓ
વિરાટ કોહલી – 9 સદી
રોહિત શર્મા – 8 સદી
કેએલ રાહુલ – 7 સદી
અભિષેક શર્મા – 7 સદી
કેએલ રાહુલ હાલમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની ખૂબ નજીક છે અને તેના વર્તમાન ફોર્મને જોતાં શક્ય છે કે તે ટૂંક સમયમાં આ યાદીમાં ઉપર જઈ શકે.
IPLમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેન
- વિરાટ કોહલી – 8 સદી
- જોસ બટલર - 7 સદી
- ક્રિસ ગેલ – 6 સદી
- કેએલ રાહુલ – 5 સદી
આઈપીએલમાં પણ કેએલ રાહુલે પોતાને એક સતત અને વિશ્વસનીય બેટ્સમેન તરીકે સાબિત કર્યો છે. 5 સદી સાથે તે IPL ઇતિહાસમાં ટોચના ચાર સદી ફટકારનારાઓમાં સામેલ છે.
ટી20 ક્રિકેટમાં 8000 રન પૂર્ણ કર્યા
કેએલ રાહુલે ટી20 ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે 8000 રન પૂરા કર્યા છે અને આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો ત્રીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. રાહુલે માત્ર 224 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી વિરાટ કોહલી (243 ઇનિંગ્સ) અને મોહમ્મદ રિઝવાન (244 ઇનિંગ્સ) ને પાછળ છોડી દીધા હતા.
વેસ્ટ ઇન્ડીઝનો ક્રિસ ગેઇલ (213 ઇનિંગ્સ) આ યાદીમાં ટોચ પર છે જ્યારે પાકિસ્તાનનો બાબર આઝમ (218 ઇનિંગ્સ) બીજા સ્થાને છે. કેએલ રાહુલે ઘરેલુ ટી20, આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય ટી20 મેચોને જોડીને આ રન બનાવ્યા છે.