VIDEO: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે એક ખાસ મેચ રમાઇ, ચેન્નાઇની ટીમ કોલકત્તાની ટીમ સામે ટકરાઇ હતી, જેમાં ચેન્નાઇની ટીમનો 6 વિકેટથી પરાજય થયો હતો. આ સિઝનમાં લીગ રાઉન્ડમાં પોતાની છેલ્લી હૉમ ગ્રાઉન્ડની મેચ પછી જ ધોનીએ ચેન્નાઈના ચેપૉકમાં 'લેપ ઓફ ઓનર' લીધો હતો. આ દરમિયાન તેને સાથી ખેલાડીઓ સાથે સ્ટેડિયમનો એક રાઉન્ડ માર્યો, અને ટીમને હંમેશા સમર્થન આપવા બદલ ફેન્સનો ખુબ ખુબ આભાર માન્યો હતો. 


ચેપૉકનું ચક્કર લગાવ્યુ ધોનીએ  - 
ધોનીની સાથે ટીમના સીઈઓ કાશી વિશ્વનાથન, રવિન્દ્ર જાડેજા, મોઈન અલી, અજિંક્યે રહાણે, તુષાર દેશપાંડે, દીપક ચાહર, કૉચ સ્ટીફન ફ્લેમિંગ અને આખી ટીમ મેદાનમાં હતી. 'લેપ ઓફ ઓનર' દરમિયાન ઘૂંટણની ઈજાને કારણે ધોનીએ ખાસ પટ્ટી પણ પહેરી હતી. ધોની સિઝનની શરૂઆતથી જ ઈજાગ્રસ્ત હતો અને મેચ દરમિયાન અનેકવાર પરેશાન દેખાઇ રહ્યો હતો. 






સ્ટેડિયમમાં ફેન્સની વચ્ચે ધોનીએ કર્યો ટેનિસ બૉલનો વરસાદ - 
આ દરમિયાન ધોનીના હાથમાં રેકેટ હતું અને દર્શકોને CSK લોગોવાળા ટેનિસ બૉલ પણ ગિફ્ટ કર્યા હતા. તેને સ્ટેડિયમમાં ટેનિસ બૉલનો વરસાદ કરી દીધો હતો. આ અગાઉ તેને દર્શકોને કેટલીક જર્સી પણ ભેટમાં આપી હતી. આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર પોલીસકર્મીઓ અને અન્ય સ્ટાફે પણ ધોનીનો ઓટોગ્રાફ લેતા જોવા મળ્યા હતા, અને તેની સાથે ફોટો પડાવતા દેખાયા હતા. ચેપૉકમાં ક્વૉલિફાયર-1 અને એલિમિનેટર સહિત બે વધુ પ્લેઓફ મેચો રમાવાની છે.