RCB vs CSK Live Streaming Views: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સોમવારે એટલે કે 17 એપ્રિલની રાત્રે રમાયેલી મેચમાં એક મોટી ખાસ ઘટના જોવા મળી, અહીં ચેન્નાઇ અને બેંગ્લૉર વચ્ચેની મેચમાં રેકોર્ડતોડ વ્યૂઅર્સ મળ્યા છે. આ મેચે ઉત્તેજનાની તમામ હદો વટાવી દીધી છે. આ મેચ જોનારા લોકોની સંખ્યા રેકોર્ડતોડ નોંધાઇ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચેની આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોનારા દર્શકોની સંખ્યા 24 મિલિયન સુધી પહોંચી ગઈ છે, જે અત્યાર સુધીના દર્શકોની સૌથી વધુ સંખ્યા છે.
ખાસ વાત છે કે, આ પહેલા IPLમાં સૌથી વધુ લાઈવ સ્ટ્રીમિંગ જોનારા વ્યૂઅર્સની સંખ્યા 12 એપ્રિલે રમાયેલી મેચમાં જોવા મળી હતી. તે સમયે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે મેચ રમાઇ હતી, અને આ મેચમાં 22 મિલિયન લોકો ઓનલાઈન રહ્યાં હતા. આ લિસ્ટમાં RCB અને LSGની મેચ ત્રીજા નંબર પર છે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ એકસાથે 18 મિલિયન લોકોએ જોયું હતુ. દર્શકોના આ રેકોર્ડ પરથી અંદાજ લગાવી શકાય છે કે, ધોની અને વિરાટનો ક્રેઝ હજુ પણ ભારતીય ફેન્સની વચ્ચે એટલો જ છે જેટલો પહેલા હતો, આ બે દિગ્ગજ ખેલાડીઓની ટીમો ટૉપ-3 દર્શકો સાથેની મેચોમાં સામેલ થઈ છે.
છેલ્લો રેકોર્ડ છેલ્લા કલાકોમાં તુટી ગયો
17 એપ્રિલ, સોમવારે ધોની અને કોહલીની ટીમો આમને સામને હતી. ત્યારથી પહેલાથી જ એવી અટકળો વહેતી થઇ હતી કે આ મેચમાં લાઇવ સ્ટ્રીમિંગ જોનારા દર્શકોનો રેકોર્ડ તુટી જશે. RCB અને CSKની આ મેચમાં મહદઅંશે દર્શકોની સંખ્યા 1.5 કરોડથી વધુની રહી હતી. છેલ્લી ઓવરોમાં આ સંખ્યા વધીને 2.3 કરોડ થઈ ગઈ. છેલ્લી ઓવરમાં આ રેકોર્ડ 2.4 કરોડ સુધી પહોંચી ગયો.
ફ્રી લાઇવ સ્ટ્રીમિંગના કારણે દર્શકોની સંખ્યા વધી રહી છે -
આ વખતે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 - IPL 2023ની તમામ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ પર કરવામાં આવી રહ્યું છે. આ એપની કન્ટેન્ટ જોવા માટે કોઈપણ સબ્સ્ક્રિપ્શન ફી નથી. આવી સ્થિતિમાં ક્રિકેટ ફેન્સ આ OTT પ્લેટફોર્મ પર ફ્રીમાં લાઇવ IPL મેચોનો આનંદ માણી રહ્યા છે. અત્યારે ફ્રી જોવા માટે આ ઉપલબ્ધ હોવાને કારણે IPL 2023 મેચોની ડિજિટલ વ્યૂઅરશિપ વધી રહી છે. આ વખતે લાઇવ સ્ટ્રીમિંગમાં હિન્દી અને અંગ્રેજીની બીજી કેટલીક ભારતીય ભાષાઓમાં કૉમેન્ટ્રી સાંભળી શકાશે. દર્શકો વધવાનું આ પણ એક મોટું કારણ છે. ટેલિવિઝન પર આ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ઉપલબ્ધ છે.