LSG vs CSK Live Score: ચેન્નાઈએ લખનૌને 5 વિકેટથી હરાવ્યું, સતત 5 હાર બાદ પ્રથમ મેચ જીતી

CSK vs LSG Score Live Updates: લખનૌના એકાના સ્ટેડિયમમાં ટકરાશે બે ટીમો, જાણો કોણ છે પ્લેઈંગ ઈલેવનમાં.

gujarati.abplive.com Last Updated: 14 Apr 2025 11:34 PM

બ્રેકગ્રાઉન્ડ

CSK vs LSG Score Live Updates: IPL 2025ની 30મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન...More

LSG vs CSK: ચેન્નાઈએ લખનૌને 5 વિકેટે હરાવ્યું

લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઈની ટીમે લખનૌને 5 વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈ ટીમ માટે એમએસ ધોનીએ 26 રન, રચિન રવિન્દ્રએ 37 રન અને શિવમ દુબેએ 43 રન બનાવ્યા હતા. જ્યારે લખનૌ ટીમ તરફથી રવિ બિશ્નોઈને 2 વિકેટ મળી હતી.