LSG vs CSK: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડબલ હેડર મેચો રમાશે, આજે પ્રથમ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટક્કર ચેન્નાઇ સુપર કિંગ્સ સામે થવાની છે, તો બીજી મેચમાં મુંબઇ ઇન્ડિન્સની ટીમ પંજાબ કિંગ્સ સામે ટકરાશે. આ બન્ને બન્ને મેચોમાં ભારતીય કેપ્ટનોની કસોટી થવાની છે, જોકે રિપોર્ટ છે કે, આજની મેચમાં લગભગ કેએલ રાહુલ બહાર થઇ શકે છે, ગઇ મેચમાં કેએલ રાહુલને ઇન્જરી થઇ હતી, આ કારણે આજની મેચ ચૂકી શકે છે, જો આમ થશે તો આજે કૃણાલ પંડ્યા ટીમની કમાન સંભાળતો દેખાઇ શકે છે. આજે કેએલ રાહુલની ગેરહાજરીમાં સાઉથ આફ્રિકન સ્ટાર બેટ્સમેન ક્વિન્ટૉન ડીકૉકને પ્લેઇંગ ઇંલેવનમાં એન્ટ્રી મળી શકે છે. આ પહેલા જાણો આ મેચમાં લખનઉની ઇકાના સ્ટેડિયમની પીચનો કેવો રહેશે મિજાજ.... 


કેવો હશે આજે પીચનો મિજાજ ?
ચેન્નાઇ અને લખનઉની ટક્કર આજે લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં થવાની છે, અહીં લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમની પીચ બેટ્સમેનો અઘરી સાબિત થઇ શકે છે, અહીં રન બનાવવાનું આસાન નથી. છેલ્લી કેટલીક મેચોમાં અહીં વધુ રન બન્યા નથી. લખનઉ અને બેંગ્લૉર વચ્ચેની મેચમાં અહીં લૉ સ્કૉરિંગ ટાર્ગેટ જોવા મળ્યો હતો, અને આરસીબીએ જીતી હાંસલ કરી હતી. આ પીચ મોટાભાગે સ્પીનરોને વધુ અનુકૂળ આવે છે. લખનઉમાં પ્રથમ બેટિંગનો સરેરાશ સ્કૉર 147 રન રહ્યો છે. અહીં ટૉસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવા માંગશે. 


ક્યારેને ક્યાંથી જોશો લાઇવ મેચ ?
આજની લખનઉ અને ચેન્નાઇ વચ્ચેની મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની જુદીજુદી ચેનલો પરથી જોઈ શકાય છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગે શરૂ થશે. આનો ટૉસ અડધા કલાક પહેલા થશે. જે મોબાઇલ યૂઝર્સ પાસે Jio સિનેમા એપ છે. તેઓ આને ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા પોતાના મોબાઈલ ફોન પરથી ફ્રીમાં જોઇ શકે છે. 


કોણ જીતશે મેચ ?
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગયા વર્ષે લખનઉ અને ચેન્નાઈ વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ હતી, જેમાં લખનઉની ટીમની શાનદાર જીત થઇ હતી, વળી, આ વર્ષે બંને ટીમો વચ્ચેની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનઉને હરાવ્યુ છે. આમ જોઇએ તો મનોવૈજ્ઞાનિક રીતે આજે ચેન્નાઈની ટીમ વધુ સ્ટ્રૉન્ગ રહેશે. બીજી મહત્વની બાબત એ છે કે, ચેન્નાઈની ટીમને સ્પિન ટ્રેક પર રમવાની આદત છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ સ્પિન માટે અનુકૂળ રહી છે. આવામાં લખનઉ સામે ચેન્નાઈની જીતની શક્યતાઓ વધુ છે.