IPL 2023, Gujarat Titans vs Delhi Capitals: IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 44મી મેચ 2 મેના રોજ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ લો સ્કોરિંગ મેચમાં દિલ્હીએ ગુજરાતને 5 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ડેવિડ વોર્નરની ટીમે 8 વિકેટે 130 રન બનાવ્યા હતા. જીત માટે 131 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હાર્દિક પંડ્યાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 125 રન જ બનાવી શકી હતી. આ મેચમાં રોમાંચક જીત બાદ દિલ્હીનો કેપ્ટન ડેવિડ વોર્નર ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. તેણે છેલ્લી ઓવરમાં 12 રન બચાવનાર ઈશાંત શર્માની પ્રશંસા કરી હતી.
IPL 2023માં દિલ્હી કેપિટલ્સની આ ત્રીજી જીત છે. ડેવિડ વોર્નરે આ લો સ્કોરિંગ મેચમાં ગુજરાતને હરાવ્યા બાદ ખુશી વ્યક્ત કરી હતી. મેચ બાદ તેણે કહ્યું હતુ કે , 'અમારા બોલરો અદ્ભુત હતા. અમારા બેટ્સમેનોએ શરૂઆતમાં સંઘર્ષ કર્યો. શમીએ સારી બોલિંગ કરી, તેણે શરૂઆતની ઓવરોમાં સીમની મદદથી વિકેટ લીધી હતી. પરંતુ અમન અને રિપલની ઇનિંગ્સ શાનદાર રહી હતી. આ દરમિયાન વોર્નરે ઈશાંત શર્માના વખાણ કર્યા અને કહ્યું હતું કે , 'તેને યુવા બોલર તરીકે જોવામાં આવે છે. તેને જોવો અદ્ભુત છે. છેલ્લી ઓવરમાં નિયંત્રણ જાળવી રાખવાનો શ્રેય તેને જાય છે. જ્યારે તેવટિયા બેટિંગ કરવા આવ્યો ત્યારે હું નર્વસ થઈ ગયો હતો. કારણ કે તે આક્રમક બેટિંગ માટે જાણીતો છે. પરંતુ ઈશાંત તેની યોજના અનુસાર સ્પષ્ટ હતો કે તે શું કરવા માંગે છે? તે તેમ કરવા સક્ષમ હતો.
પ્લેઓફની રેસ મુશ્કેલ બની ગઈ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં દિલ્હી કેપિટલ્સની આ માત્ર ત્રીજી જીત છે. આ સીઝનમાં તેના માટે પ્લેઓફની રેસ મુશ્કેલ બની ગઈ છે. જો દિલ્હીને અંતિમ ચારમાં પહોંચવું હશે તો તેણે બાકીની મેચો હાર્યા વિના મોટા માર્જિનથી જીતવી પડશે. જો દિલ્હીની ટીમ આવું ન કરી શકી તો તેના માટે પ્લેઓફમાં સ્થાન મેળવવું મુશ્કેલ બની જશે. અત્યારે જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો દિલ્હીની ટીમ 6 પોઈન્ટ સાથે છેલ્લા એટલે કે 10મા સ્થાને છે. ડેવિડ વોર્નરની ટીમ IPL 2023માં 9 મેચ રમી છે, જેમાં 3માં જીત અને 6માં હાર થઈ છે.