ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 7 રનથી હરાવ્યું હતું. ગુજરાતે છેલ્લી ઓવરમાં સતત 4 વિકેટ લઈને મેચની દિશા બદલી નાખી હતી. ઓછા સ્કોર છતાં ગુજરાતે બોલરોના દમ પર મેચ જીતી લીધી હતી. ટીમે પ્રથમ બેટિંગ કરતા 135 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌના ખેલાડીઓ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 128 રન જ બનાવી શક્યા હતા.
કેએલ રાહુલે પોતાની અડધી સદી પૂરી કરી. તેણે 38 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા છે. કૃણાલ પંડ્યા 23 બોલમાં 23 રન કરી આઉટ થયો છે. હાલમાં લખનૌને 33 બોલમાં 30 રનની જરૂર છે.
લખનૌ સુપર જાયન્ટ્સે 10 ઓવરમાં 80 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 60 બોલમાં 56 રનની જરૂર છે. કેએલ રાહુલ 42 રન બનાવીને રમી રહ્યો છે. કૃણાલ પંડ્યાએ 14 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે 25 રનની ભાગીદારી થઈ છે.
પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની ટીમે છ વિકેટે 135 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી કેપ્ટન હાર્દિકે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. તેના સિવાય રિદ્ધિમાન સહાએ 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ બે સિવાય વિજય શંકરે 10 રન ફટકાર્યા હતા. શુભમન ગિલ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આ સાથે જ અભિનવ મનોહર ત્રણ અને ડેવિડ મિલર છ રન બનાવીને આઉટ થયા હતા. લખનઉ તરફથી કૃણાલ પંડ્યા અને માર્કસ સ્ટોઈનિસે બે-બે વિકેટ લીધી હતી. નવીન-ઉલ-હક અને અમિત મિશ્રાને એક-એક વિકેટ મળી હતી.
ગુજરાત ટાઇટન્સની ત્રીજી વિકેટ 77 રનના સ્કોર પર પડી હતી. અભિનવ મનોહર પાંચ બોલમાં ત્રણ રન બનાવીને આઉટ થયો છે. અમિત મિશ્રાએ તેને નવીન-ઉલ-હકના હાથે કેચ કરાવ્યો હતો.
લખનઉઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023માં આજે પ્રથમ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ ટકરાશે. લખનઉના 'ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ'માં બંને ટીમો આમને-સામને થશે. આ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. ગત સીઝનની જેમ આ વખતે પણ બંને ટીમો શાનદાર લયમાં છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં હાજર છે. આવી સ્થિતિમાં આજની મેચમાં આ ટીમોની પ્લેઈંગ-11 અને ઈમ્પેક્ટ પ્લેયર રણનીતિમાં બહુ ફેરફાર નહીં થાય.
જ્યાં લખનઉ સુપર જાયન્ટ્સે તેની શરૂઆતની 6 મેચમાંથી ચારમાં જીત મેળવી છે અને 8 પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે તેની પ્રથમ પાંચ મેચમાંથી ત્રણ મેચ જીતી છે અને છ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. જો કે બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે.
આ સીઝનમાં લખનઉની પીચ પર ત્રણ મેચ રમાઈ છે. અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 121 થી 193 સુધીનો સ્કોર કર્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઝડપી બોલરોને પીચમાંથી સારી મદદ મળશે.