IPL 2022: વાનખેડે ખાતે રમાઈ રહેલી IPL 2022ની 37મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર ઈશાન કિશનનું બેટ શાંત રહ્યું હતું. તે 20 બોલમાં માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. જોકે, તે ખૂબ જ વિચિત્ર રીતે આઉટ થયો હતો. ઈશાનનો આઉટ થતા સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

Continues below advertisement




આ રીતે આઉટ થયો ઈશાન કિશનઃ
મુંબઈએ સાત ઓવર સુધી કોઈ વિકેટ નહોતી ગુમાવી. આ સ્થિતિમાં લખનઉના કેપ્ટન કેએલ રાહુલે આઠમી ઓવરમાં બોલ રવિ બિશ્નોઈને સોંપ્યો હતો. બિશ્નોઈએ બોલ ફેંક્યો અને ઈશાન કિશને તેને ફટકારવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આ બોલ સિક્સરનો હતો, પરંતુ થોડો વધારે વાઈડ હોવાને કારણે કિશન બોલની લાઈનમાં જ બેટ લઈ શક્યો અને જોઈએ એવો ફટકો ના વાગ્યો. બોલ તેના બેટ સાથે અથડાયો અને વિકેટકીપર ડી કોકના બુટ પર પડ્યો અને પછી સ્લિપમાં ઉભેલા જેસન હોલ્ડરના હાથે કેચ થયો હતો.


શરૂઆતમાં કોઈએ વિચાર્યું ન હતું કે તે આઉટ છે, પરંતુ જ્યારે ડી કોક અને હોલ્ડરે જોરદાર અપીલ કરી, ત્યારે નિર્ણય લેવા માટે થર્ડ અમ્પાયરને નિર્ણય માટે કહેવામાં આવ્યું. ટીવી રિપ્લેમાં એ સાબિત થયું કે, બોલે જમીન પર ટપ્પો નહોત ખાધો હતો, પરંતુ ડેકોકના જૂતા પર પડ્યો હતો. આ સ્થિતિમાં ઈશાનને આઉટ કરવામાં આવ્યો હતો.