LSG vs MI: રોમાંચક મેચમાં લખનઉએ મુંબઇને પાંચ રનથી હરાવ્યું, પ્લે ઓફની આશા જીવંત

આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ લખનઉ સુપર જાયન્ટ્સની ટક્કર મુંબઇ ઇન્ડિયન્સ સામે થવાની છે

gujarati.abplive.com Last Updated: 16 May 2023 11:40 PM
લખનઉનો પાંચ રનથી વિજય

 લખનઉ સુપર જાયન્ટ્સે ખૂબ જ રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 5 રનથી હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે છેલ્લી ઓવરમાં 11 રન બનાવવાના હતા અને કેમરૂન ગ્રીન અને ટિમ ડેવિડ ક્રિઝ પર હતા. પરંતુ મોહસીન ખાને 11 રન બચાવીને લખનઉને જીત અપાવી હતી. લખનઉએ પ્રથમ મેચ બાદ મુંબઈને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં રોહિત શર્માની ટીમ 172 રન જ બનાવી શકી હતી.

મુંબઇએ બીજી વિકેટ ગુમાવી

મુંબઇએ બીજી વિકેટ ગુમાવી દીધી છે. ઇશાન કિશન 39 બોલમાં 59 રન બનાવી આઉટ થયો હતો.  તેને રવિ બિશ્નોઇએ આઉટ કર્યો હતો. 

મુંબઇની આક્રમક શરૂઆત,

મુંબઇ ઇન્ડિયન્સે આક્રમક શરૂઆત કરી છે. નવ ઓવરમાં મુંબઇએ એક પણ વિકેટ ગુમાવ્યા વિના 82 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 37 અને ઇશાન કિશન 49 રન બનાવી રમી રહ્યા છે.

લખનઉએ 177 રન બનાવ્યા હતા

પ્રથમ બેટિંગ કરતા લખનઉ સુપર જાયન્ટ્સે ત્રણ વિકેટે 177 રન બનાવ્યા હતા. લખનઉ તરફથી માર્કસ સ્ટોઇનિસે સૌથી વધુ 89 રનની અણનમ ઇનિંગ રમી હતી. કૃણાલ પંડ્યાએ 49 રન અને ક્વિન્ટન ડિકોકે 16 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી જેસન બેહરનડોર્ફે બે વિકેટ ઝડપી હતી. આ સાથે જ પીયૂષ ચાવલાએ એક વિકેટ લીધી હતી.

લખનઉ સુપર જાયન્ટ્સે ત્રણ વિકેટે 177 રન બનાવ્યા

પ્રથમ બેટિંગ કરતા લખનઉ સુપર જાયન્ટ્સે ત્રણ વિકેટે 177 રન બનાવ્યા હતા. લખનઉ તરફથી માર્કસ સ્ટોઇનિસે સૌથી વધુ 89 રનની અણનમ ઇનિંગ રમી હતી.

માર્કસ સ્ટોઇનિસની અડધી સદી

માર્કસ સ્ટોઇનિસે 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તેણે પોતાની ઇનિંગમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા છે. તેની શાનદાર ઇનિંગ્સના કારણે લખનઉની ટીમ સારા સ્કોર સુધી પહોંચી ગઈ છે. લખનઉનો સ્કોર 18 ઓવર બાદ ત્રણ વિકેટે 147 રન છે.

લખનઉએ ત્રીજી વિકેટ ગુમાવી

લખનઉ સુપર જાયન્ટ્સે 35 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી છે. ક્વિન્ટન ડિકોક 15 બોલમાં 16 રન બનાવી આઉટ થયો હતો. પિયુષ ચાવલાએ તેને શિકાર બનાવ્યો હતો. 


 

લખનઉએ ગુમાવી બીજી વિકેટ

12 રનના સ્કોર પર લખનઉની બે વિકેટ પડી ગઈ હતી. ગત મેચમાં અડધી સદી ફટકારનાર પ્રેરક માંકડ આ મેચમાં પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. 

લખનઉની પ્લેઇંગ ઇલેવન

મુંબઇએ ટોસ જીત્યો

બ્રેકગ્રાઉન્ડ

MI vs LSG, IPL 2023: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ લખનઉ સુપર જાયન્ટ્સની ટક્કર મુંબઇ ઇન્ડિયન્સ સામે થવાની છે, બન્ને ટીમોનો પ્રયાસ રહેશ કે આજની મેચ જીતીને પ્લેઓફની રેસમાં ટકી રહે. આઇપીએલ અંતિમ તબક્કામાં હોવા છતાં એકમાત્ર ટીમ ગુજરાત ટાઇટન્સ જ પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે. હજુ પણ ત્રણ સ્થાન માટે કટોકટીની સ્થિતિ છે. આજે ટૂર્નામેન્ટની 63મી મેચ રમાશે, આ મેચ લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા જાણો શું છે લખનઉ અને મુંબઇ વચ્ચેના આંકડા, કેવો છે ઇકાનાની પીચનો મિજાજ અને શું હોઇ શકે છે આજની બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન......


બન્ને પહેલીવાર આમને સામને - 
ઉલ્લેખનીય છે કે, લખનઉના ઈકાના સ્ટેડિયમમાં પહેલીવાર બંને ટીમો આમને-સામને ટકરાશે. અત્યાર સુધી બંને વચ્ચે માત્ર મુંબઈમાં જ મેચો રમાઈ છે. આવામાં આજે લખનઉ હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવી શકે છે. જો લખનઉ આજની મેચ હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઇ જશે. તો વળી, મુંબઈને મેચ હાર્યા બાદ પણ ટકી રહેવાની તક મળશે. 


કેવી છે એકાના સ્ટેડિયમની પીચ -  
ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ લખનઉમાં આવેલું છે. તે IPL 2023થી લખનઉ સુપરજાયન્ટ્સનું હૉમ ગ્રાઉન્ડ છે. જોકે, સ્ટેડિયમનું ઉદઘાટન 2017માં થયું હતું. બીજીબાજુ જો આ મેદાનની પીચની વાત કરીએ તો અહીં ફાસ્ટ બૉલરોને ખુબ જ મદદ મળે છે.


આજની મેચ માટે આવી હોઇ શકે છે બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 


લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ - 
કાઈલી મેયર્સ, ક્વિટૉન ડિકૉક, પ્રેરક માંકડ, માર્કસ સ્ટૉઈનિસ, નિકૉલસ પૂરન, કૃણાલ પંડ્યા, અમિત મિશ્રા, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુદ્ધવીર સિંહ, આવેશ ખાન.


મુંબઇ ઇન્ડિયન્સની ટીમ - 
ઈશાન કિશન, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, નેહલ વઢેરા, વિષ્ણુ વિનોદ, ટિમ ડેવિડ, કેમરૂન ગ્રીન, ક્રિસ જૉર્ડન, જેસન બેહરેનડૉર્ફ, કુમાર કાર્તિકેય, આકાશ મધવાલ.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.