IPL 2023, LSG vs MI: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023માં ફાઈનલ સહિત માત્ર બે મેચ બાકી છે. સીઝનની બીજી ક્વોલિફાયર મેચ 26 મેના રોજ રમાશે અને ત્યારબાદ 28 મે, રવિવારે ફાઈનલ રમાશે. અગાઉ લખનઉ અને મુંબઈ વચ્ચે રમાયેલી એલિમિનેટર મેચમાં મુંબઈનો વિજય થયો હતો. આ જીત બાદ લખનઉના ફાસ્ટ બોલર નવીન ઉલ હકને મુંબઈ ઈન્ડિયન્સના કેટલાક ખેલાડીઓએ સ્વીટ મેંગોની તસવીર શેર કરીને ટ્રોલ કર્યો હતો.
નવીન ઉલ હક કેમ થઈ રહ્યો છે ટ્રોલ
9 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચ દરમિયાન નવીન-ઉલ-હકે એક સ્ટોરી શેર કરી જેમાં એક પ્લેટમાં કેટલીક કેરીઓ જોવા મળી હતી અને તસવીરમાં તેણે લખ્યું હતું, "સ્વીટ મેંગો." આ પછી નવીનને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો. જો કે, આ પછી નવીને આડકતરી રીતે એક સ્ટોરી શેર કરી RCB પર નિશાન સાધ્યું હતું.
હવે મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની એલિમિનેટર મેચ જીતીને નવીન-ઉલ-હકને નિશાન બનાવ્યો છે. વાસ્તવમાં, મુંબઈના ખેલાડીઓ વિષ્ણુ વિનોદ, કુમાર કાર્તિકેય અને સંદીપ વોરિયરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં ત્રણેય ખેલાડીઓ ટેબલની આસપાસ બેઠેલા છે અને ટેબલ પર કેટલીક કેરીઓ પડી છે.
મુંબઈના ત્રણેય ખેલાડીઓએ તસવીરમાં અલગ-અલગ પોઝ પણ આપ્યા છે. આ પોસ્ટને શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, "સ્વીટ સીઝન ઓફ મેંગો" જોકે થોડા સમય બાદ આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. પરંતુ તે પહેલા આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
એલિમિનેટરમાં લખનઉ ફરી હાર્યું
લખનઉ સુપર જાયન્ટ્સ બીજી વખત એલિમિનેટર મેચ હારી છે. લખનઉ સુપર જાયન્ટ્સ તેની બીજી IPL સીઝન રમી રહી છે, ગયા વર્ષે એલિમિનેટરમાં પણ પહોંચી હતી પરંતુ તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને આ વખતે ટીમને મુંબઈના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
IPL 2023: શું ધોની અને જાડેજા વચ્ચે છે અણબનાવ ? ઓલરાઉન્ડર અને CSK સીઈઓની આ વાતચીતે વધાર્યું ફેંસનું ટેન્શન
IPL 2023, Chennai Super Kings: ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા વચ્ચે કંઈક અણબનાવ ચાલી રહ્યો છે, આવા તમામ સમાચારો ઘણી હેડલાઈન્સ મેળવી રહ્યા છે. ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાયેલી ક્વોલિફાયર-1 બાદ CSKના સીઈઓ કાસી વિશ્વનાથન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે થોડી વાતચીત કરતા જોવા મળ્યા હતા. બંનેની આ વાતચીતથી ફેન્સનું ટેન્શન વધી ગયું હતું.
આ વીડિયોમાં કાશી વિશ્વનાથન રવીન્દ્ર જાડેજા સાથે એકદમ અલગ રીતે વાત કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા CSKના CEO જાડેજાના ખભા પર હાથ રાખીને વાત કરતા જોવા મળ્યા હતા. આ પછી તેણે જાડેજા સાથે હાથ મિલાવ્યો અને જાડેજાની પીઠ થપથપાવીને આગળ વધ્યા. તેમની વાતચીતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જરા પણ સમય નથી લાગ્યો.
ચેન્નાઈ સુપર કિંગ્સે તેની છેલ્લી લીગ મેચ 20 મેના રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમી હતી. આ મેચમાં જ મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જાડેજા વચ્ચે કેટલીક વાતચીત જોવા મળી હતી. આ ઘટના બાદ જાડેજા અને તેમની પત્ની રવિબા દ્વારા 'કર્મ' ચિહ્નિત કરીને ટ્વિટ કરવામાં આવી હતી. જો કે ધોની અને જાડેજાને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર માહિતી સામે આવી નથી