LSG vs MI, IPL 2023 Eliminator Live: મુંબઈ સામે લખનૌનો 82 રને કારમો પરાજય

લખનૌએ લીગ મેચમાં મુંબઈને 5 રનથી હરાવ્યું હતું. પરંતુ આ મેચમાં બંને ટીમો એકબીજાને ટક્કર આપતા જોવા મળી શકે છે. પોઈન્ટ ટેબલમાં લખનૌ ત્રીજા નંબરે અને મુંબઈ ચોથા નંબરે છે.

gujarati.abplive.com Last Updated: 24 May 2023 11:18 PM
લખનૌનો 82 રને કારમો પરાજય

લખનૌનો કારમો પરાજય. માત્ર 101 રનમાં ખખડ્યું . 3.3 ઓવરમાં માત્ર 5 રન આપી 5 વિકેટ લઈ મઘવાલે સપાટો બોલાવ્યો. 

લખનૌ લડખડ્યું

લખનૌનો રીતસરનો ધબડકો વળ્યો. 100 બોલમાં 9મી વિકેટ પડી. 13 બોલમાં 15 રન બનાવી હુડ્ડા આઉટ. 

લખનૌનો ધબડકો

લખનૌનો ધબડકો. બિસ્નોઈ 6 બોલમાં 3 રન બનાવી આઉટ. લખનૌનો સ્કોર 14.3 ઓવરમાં 8 વિકેટે 100 રન. 

લખનૌની વધુ એક વિકેટ

લખનૌને વધુ એક ઝાટકો. કૃષ્ણપ્પા ગૌતમ  માત્ર 2 રન બનાવી થયો રન આઉટ.

મુંબઈને મોટી સફળતા

સ્ટોઈનિશ આઉટ. 27 બોલમાં 40 રન બનાવી સ્ટોઈનિશ થયો રન આઉટ. 

10 ઓવરમાં 84 રન

લખનૌના 5 વિકેટે 10 ઓવરમાં 84 રન. લખનૌની ધીમી બેટિંંગ.  

નિકોલસ પૂરણ 0 રને આઉટ

નિકોલસ પુરણે ખાતુ પણ ખોલાવી ના શક્યો. 0 રને મઘવાલે બનાવ્યો શિકાર. મુંબઈના 5 વિકેટે 74 રન.

બદોની ક્લિન બોલ્ડ

બદાણી ક્લિન બોલ્ડ. 8 બોલમાં 1 રન બનાવી થયો આઉટ. મધવાલે કર્યો ક્લિન બોલ્ડ. 

કુનાલ પંડ્યા આઉટ


કુનાલ પંડ્યા 11 બોલમાં માત્ર 8 રન બનાવી આઉટ.  પીયૂષ ચાવલાએ કરાવ્યો કેચ આઉટ. 

લખનૌના 50 રન

લખનૌની ધીમી શરૂઆત. 6 ઓવરમાં 2 વિકેટે 54 રન. સ્ટોઈનિશ અને કુણાલ પંડ્યા પીચ પર. 

લખનૌને બીજો ઝટકો

લખનૌની બીજી વિકેટ કાયલ મેયર્સના રૂપમાં પડી. તે 13 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. ક્રિસ જોર્ડને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. કૃણાલ પંડ્યા હજુ ખાતું ખોલાવી શક્યો નથી.

લખનૌની ખરાબ શરૂઆત

લખનૌ સુપર જાયન્ટ્સને પહેલો ફટકો 12ના સ્કોર પર પ્રેરક માંકડના રૂપમાં લાગ્યો. આકાશ માધવલે પ્રેરકને 3ના અંગત સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. હવે કેપ્ટન કૃણાલ પંડ્યા કાયલ મેયર્સને સપોર્ટ કરવા મેદાન પર બેટિંગ કરવા ઉતર્યો.

મુંબઈના 8 વિકેટે 182 રન

મુંબઈના 8 વિકેટે 182 રન બનાવ્યા. લખનૌને જીતવા માટે 183 રનનો લક્ષ્યાંક. 

લખનૌએ મુંબઈને 7મો ફટકો આપ્યો

મુંબઈ ઈન્ડિયન્સની 7મી વિકેટ પડી. ક્રિસ જોર્ડન 4 રન બનાવીને આઉટ થયો હતો. મોહસીન ખાને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. મુંબઈએ 18.5 ઓવરમાં 168 રન બનાવ્યા છે.

તિલક પણ 26 રન બનાવી આઉટ

મુંબઈ ઈન્ડિયન્સની છઠ્ઠી વિકેટ પડી. તિલક વર્મા 26 રન બનાવીને આઉટ થયો હતો. નવીન-ઉલ-હકે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. નેહલ વાઢેરા 8 રન બનાવીને રમી રહ્યો છે. જોર્ડન હવે બેટિંગ કરવા આવ્યો છે.

ટિમ ડેવિડે યશ ઠાકુરને આઉટ કર્યો

મુંબઈ ઈન્ડિયન્સની પાંચમી વિકેટ પડી. ટિમ ડેવિડ 13 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. યશ ઠાકુરે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. મુંબઈએ 16.3 ઓવરમાં 148 રન બનાવ્યા.

ગ્રીન પણ આઉટ

મુંબઈને એક પછી એક ઝાટકા. ચોથી વિકેટના રૂપમાં કેમરૂન ગ્રીન પણ થયો આઉટ. 

મુંબઈનો સ્કોર 10 ઓવરમાં 98 રન

મુંબઈએ 10 ઓવરમાં 398 રન બનાવ્યા છે. કેમરૂન ગ્રીન 22 બોલમાં 41 રન બનાવીને રમી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ અને ગ્રીન વચ્ચે 60 રનની ભાગીદારી.

સૂર્યકુમાર યાદવ આઉટ

મુંબઈની ત્રીજી વિકેટ પડી. 20 બોલમાં 33 રન બનાવી થયો આઉટ. 

મુંબઈના 5 ઓવરમાં 46 રન

મુંબઈ ઈન્ડિયન્સે 5 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 46 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 8 રન બનાવીને રમી રહ્યો છે. કેમરૂન ગ્રીન 8 રન બનાવીને ક્રિઝ પર હાજર છે.

ઈશાન કિશન આઉટ

મુંબઈની બીજી વિકેટ ઈશાન કિશનના રૂપમાં પડી. યશ ઠાકુરે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ઈશાન 12 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો.

મુંબઈને પહેલો ઝાટકો

મુંબઈ ઈન્ડિયન્સ સારી શરૂઆત જાળવી ના શકી. ટીમની પહેલી વિકેટ કેપ્ટન રોહિત શર્માના રૂપમાં પડી હતી. તે 11 રન બનાવીને નવીન-ઉલ-હક દ્વારા આઉટ થયો હતો. મુંબઈએ 3.2 ઓવરમાં 30 રન બનાવ્યા.

ઈશાન કિશન અને રોહિત શર્મા મેદાને

મુંબઈ તરફથી ઈશાન કિશન અને રોહિત શર્મા મેદાને છે. ઈશાન કિશને પહેલા જ બોલે ચોગ્ગો ફટકાર્યો હતો. 

પ્લેઈંગ ઈલેવનમાં કરાયા આ ફેરફાર

મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટ મેચ માટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડીઓ પહેલા બોલિંગ માટે મેદાનમાં ઉતરશે. મુંબઈએ પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે.

લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન

લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન: આયુષ બદોની, દીપક હુડા, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન (વિકેટમેન), કૃણાલ પંડ્યા (સી), કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, યશ ઠાકુર, મોહસિન ખાન

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (c), ઈશાન કિશન (wk), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, રિતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, આકાશ માધવાલ

બ્રેકગ્રાઉન્ડ

LSG vs MI IPL 2023 Eliminator Live : IPL2023ની એલિમિનેટર મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ નિર્ણાયક મેચમાં વિજેતા ટીમ બીજી ક્વોલિફાયર મેચ રમશે. બીજા ક્વોલિફાયરમાં તેનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. લખનૌએ લીગ મેચમાં મુંબઈને 5 રનથી હરાવ્યું હતું. પરંતુ આ મેચમાં બંને ટીમો એકબીજાને ટક્કર આપતા જોવા મળી શકે છે. પોઈન્ટ ટેબલમાં લખનૌ ત્રીજા નંબરે અને મુંબઈ ચોથા નંબરે છે.


મુંબઈ સામેની એલિમિનેટર મેચમાં કાયલ મેયર્સ લખનૌ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સ્ટોઇનિસે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તો બીજી બાજુ મુંબઈમાં એકથી વધુ ખેલાડીઓ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ મુંબઈની આ સિઝનમાં શરૂઆત ખરાબ રહી હતી. ટિમ ડેવિડ અને કેમરન ગ્રીન મુંબઈ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ બંને ખેલાડીઓએ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. આજનો મુકાબલો ભારે રોમાંચક રહી શકે છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.