LSG vs GT Match Report: લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું. શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સને 33 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 164 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે 18.5 ઓવરમાં માત્ર 130 રનમાં જ સમેટાઈ ગયું હતું. આ જીત બાદ લખનૌ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. હવે કેએલ રાહુલની આગેવાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સ પાસે 4 મેચમાં 6 પોઈન્ટ છે. ગુજરાત ટાઈટન્સને 33 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.


લખનૌ સુપર જાયન્ટ્સના 163 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ગુજરાત ટાઇટન્સે સારી શરૂઆત કરી હતી. ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલ અને સાઇ સુદર્શને પ્રથમ વિકેટ માટે 6 ઓવરમાં 54 રન જોડ્યા હતા. શુભમન ગિલે 19 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 31 રનનું યોગદાન આપ્યું, પરંતુ આ પછી નિયમિત અંતરે વિકેટ પડવાની પ્રક્રિયા શરૂ થઈ. ગુજરાત ટાઈટન્સના 5 બેટ્સમેન 80 રનના સ્કોર પર પહોચી ગયા બાદ થોડી જ વારમાં પેવેલિયનમાં જતા રહ્યા હતા. કેન વિલિયમસન, શરથ બીઆર વિજય શંકર અને દર્શન નલકાંડે સસ્તામાં આઉટ થયા હતા.






કૃણાલ પંડ્યા અને યશ ઠાકુરની ઘાતક બોલિંગ


લખનૌ સુપર જાયન્ટ્સ માટે યશ ઠાકુર સૌથી સફળ બોલર રહ્યો હતો. યશ ઠાકુરે 3.5 ઓવરમાં 30 રનમાં 5 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. કૃણાલ પંડ્યાએ ગુજરાત ટાઇટન્સના 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે રવિ બિશ્નોઈને 1 સફળતા મળી હતી.


માર્કસ સ્ટોઇનિસ લખનૌ સુપર જાયન્ટ્સ માટે ચમક્યો


આ પહેલા લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સ માટે માર્કસ સ્ટોઇનિસે 43 બોલમાં સૌથી વધુ 58 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કેએલ રાહુલ, નિકોલસ પુરન અને આયુષ બદોનીએ ટૂંકી પરંતુ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. જેના કારણે લખનૌ સુપર જાયન્ટ્સ 163 રનના આંકડાને સ્પર્શી ગયું હતું.


ગુજરાત ટાઇટન્સના બોલરોનો હાલ આવો રહ્યો 


ગુજરાત ટાઇટન્સના બોલરોની વાત કરીએ તો ઉમેશ યાદવ અને દર્શન નલકાંડે સૌથી સફળ બોલર હતા. આ બંને બોલરોએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે રાશિદ ખાનને 1 સફળતા મળી હતી.