KL Rahul Ruled out of IPL: લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન KL રાહુલ IPLની આ સીઝનમાં બહાર થઇ શકે છે.  તેનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું નિશ્ચિત છે. તે ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મેચમાંથી બહાર થઇ ગયો છે. નોંધનીય છે કે લોકેશ રાહુલને બેગ્લોર સામે ફિલ્ડિંગ ભરતા સમયે પગમાં ઇજા પહોંચી હતી. 






જો કે, લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કેએલ રાહુલ ફક્ત સીએસકે સામેની આજની મેચમાંથી બહાર રહેશે, પરંતુ બીસીસીઆઈના સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે કેએલ રાહુલ ભાગ્યે જ આ સીઝનમાં ભાગ લઈ શકે છે.


સૂત્રએ કહ્યું હતું કે, 'કેએલ રાહુલ હાલમાં તેની ટીમ સાથે લખનઉમાં છે. પરંતુ તે બુધવારે ચેન્નઈ સામેની મેચ બાદ ગુરુવારે એલએસજી કેમ્પ છોડી દેશે. મુંબઈમાં બીસીસીઆઈ મેડિકલ ફેસિલિટીમાં તેનું સ્કેન કરવામાં આવશે. જ્યારે કોઈને આ પ્રકારની ઈજા થાય છે, ત્યારે ખૂબ દુખાવો અને સોજો આવે છે. સોજો ખતમ થવામાં લગભગ 24 થી 48 કલાકનો સમય લાગે છે. આ પછી જ સ્કેન કરી શકાશે.


સૂત્રના જણાવ્યા અનુસાર, 'તે ભારતીય ટેસ્ટ ટીમનો મહત્વનો ખેલાડી હોવાથી તે વધુ સારું રહેશે જો તે IPLમાં ભાગ ન લે. સ્કેન પછી જ્યારે ઈજાની ગંભીરતા જાણી શકાશે ત્યારે BCCIની મેડિકલ ટીમ નક્કી કરશે કે આગળ શું થઈ શકે છે. કેએલ રાહુલ સોમવારે (1 મે) રાત્રે રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. આરસીબી સામેની આ મેચની બીજી જ ઓવરમાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો.


Jaydev Unadkat Ruled Out: લખનઉ સુપર જાયન્ટ્સને મોટો ફટકો, ઇજાના કારણે આઇપીએલ 2023માંથી બહાર થયો ઉનડકટ


IPL 2023 Jaydev Unadkat Injury LSG: લખનઉ સુપર જાયન્ટ્સનો ઝડપી બોલર જયદેવ ઉનડકટ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023માંથી બહાર થઇ ગયો છે. ઈજાના કારણે તે બ્રેક પર હતો. પરંતુ હવે તે આ સીઝનમાં વાપસી કરી શકશે નહીં. ઉનડકટને ડાબા ખભામાં ઈજા થઈ છે. રિપોર્ટ અનુસાર નેટ્સમાં પ્રેક્ટિસ દરમિયાન તેને ઈજા થઈ હતી. ઉનડકટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પહેલા ફિટ થઈ જાય તેવી આશા છે. ઉનડકટ આ સીઝનમાં માત્ર 3 મેચ રમ્યો છે. આ દરમિયાન તે એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. પરંતુ આ પહેલા તેણે ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે


જયદેવ ઉનડકટ ગયા રવિવારે નેટ્સમાં બોલિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન બોલ ફેંક્યા બાદ તે સ્વસ્થ ન થઈ શક્યો અને નીચે પડી ગયો હતો. ઉનડકટને ડાબા ખભા પર ઇજા પહોંચી હતી. IPLના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ ઘટનાનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. પરંતુ હવે ક્રિકઇન્ફોના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તે આ સીઝનમાં રમી શકશે નહીં. ઉનડકટ ઈજાના કારણે આખી સીઝનમાંથી બહાર થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ પહેલા તે સ્વસ્થ થઈ શકે છે. ઉનડકટને ટૂંક સમયમાં બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં મોકલવામાં આવી શકે છે. તે લખનઉની ટીમના મેડિકલ સ્ટાફ સાથે સ્કેન માટે મુંબઈ ગયો છે