MI vs CSK Live Score: MI એ ચેપોકનો બદલો લીધો, રોહિત-સૂર્યકુમારની વિસ્ફોટક બેટિંગ; મુંબઈ 9 વિકેટે જીત્યું

MI vs CSK Live Score IPL 2025: IPL ૨૦૨૫ની સૌથી મોટી મેચનો રોમાંચ શરૂ, ધોની vs પંડ્યા, હેડ ટુ હેડ આંકડા અને પિચ રિપોર્ટ જાણો.

gujarati.abplive.com Last Updated: 20 Apr 2025 11:07 PM

બ્રેકગ્રાઉન્ડ

Mumbai Indians vs Chennai Super Kings: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ની સૌથી મોટી અને રોમાંચક મેચનો પ્રારંભ થઈ ગયો છે. ક્રિકેટ જગતની બે કટ્ટર પ્રતિસ્પર્ધી ટીમો - મુંબઈ ઈન્ડિયન્સ (MI)...More

MI vs CSK Live: રોહિત-સૂર્યાની તોફાની બેટિંગ, મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટે ધૂળ ચટાડી

MI vs CSK Live: રોહિત શર્મા (76*) અને સૂર્યકુમાર યાદવ (68*) ની શાનદાર અડધી સદીઓની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટે કારમી હાર આપી. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા શિવમ દુબે (50) અને રવિન્દ્ર જાડેજા (53*) ની મદદથી 20 ઓવરમાં 175 રન બનાવ્યા હતા. મુંબઈના બોલરોમાં જસપ્રીત બુમરાહે બે વિકેટ ઝડપી હતી. જો કે, મુંબઈના ઓપનરોએ ધમાકેદાર શરૂઆત કરી અને રોહિત તથા સૂર્યકુમારે બીજી વિકેટ માટે 114 રનની અણનમ ભાગીદારી નોંધાવી ટીમને માત્ર 15.4 ઓવરમાં જ લક્ષ્યાંક સુધી પહોંચાડી દીધી. જાડેજાએ મુંબઈની એકમાત્ર વિકેટ લીધી હતી. આ જીત સાથે મુંબઈએ ચેપોક ખાતેની હારનો બદલો લીધો છે.