MI vs KKR Live Score: મુંબઈએ કોલકાતાને 8 વિકેટે હરાવ્યું, સૂર્યકુમારે સિક્સ ફટકારીને જીત અપાવી

MI vs KKR Live Score Updates: વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, અહીં મેળવો મેચની લાઈવ અપડેટ્સ.

gujarati.abplive.com Last Updated: 31 Mar 2025 10:41 PM

બ્રેકગ્રાઉન્ડ

MI vs KKR Live Score Updates: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની એક મહત્વપૂર્ણ મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાઈ રહી છે....More

MI vs KKR Live Score: મુંબઈએ કોલકાતાને 8 વિકેટે હરાવ્યું, સિઝનની પ્રથમ જીત નોંધાવી

મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટે હરાવીને સિઝનની પ્રથમ જીત નોંધાવી છે. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ મુંબઈને 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મુંબઈએ 12.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.


મુંબઈ માટે રિક્લેટને અડધી સદી ફટકારી હતી. તેણે અણનમ 62 રન બનાવ્યા હતા. વિલ જેક્સે 16 રનનું યોગદાન આપ્યું હતું. સૂર્યકુમાર યાદવ 27 રન બનાવીને અણનમ રહ્યો હતો. રોહિત શર્મા 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.


કોલકાતાની ટીમ માત્ર 116 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના માટે અંગક્રિશ રઘુવંશીએ 26 રનની ઇનિંગ રમી હતી. રમનદીપ સિંહે 22 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ ખાસ કરી શક્યું નહીં.


મુંબઈ તરફથી અશ્વિની કુમારે 4 વિકેટ લીધી હતી. દીપક ચહરે 2 વિકેટ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટ, હાર્દિક પંડ્યા, વિગ્નેશ પુથુર અને મિશેલ સેન્ટનરે 1-1 વિકેટ લીધી હતી.