LSG vs MI Live Score: લખનૌએ મુંબઈને હરાવ્યું, મેચ 12 રને જીતી

IPL KKR vs SRH Live Score: લખનૌના એકાના સ્ટેડિયમમાં ટકરાશે બંને ટીમો, જાણો કોને મળ્યું પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન.

gujarati.abplive.com Last Updated: 04 Apr 2025 11:34 PM

બ્રેકગ્રાઉન્ડ

Lucknow Super Giants vs Mumbai Indians: IPL 2025ની 16મી મેચ આજે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ રહી છે. લખનૌના હોમ ગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં રમાઈ રહેલા...More

LSG vs MI Full Highlights: લખનૌએ મુંબઇને 12 રનથી હરાવ્યું

લખનૌ: લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 12 રને હરાવ્યું હતું. લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 203 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ સૂર્યકુમાર યાદવની શાનદાર ઇનિંગ છતાં 20 ઓવરમાં 191 રન જ બનાવી શકી હતી. એકા સમયે મુંબઈ સરળતાથી મેચ જીતી જશે એવું લાગતું હતું. સૂર્યકુમાર યાદવ સતત ચોગ્ગા ફટકારી રહ્યો હતો. પરંતુ, છેલ્લી ઓવરોમાં લખનૌએ શાનદાર વાપસી કરીને મુંબઈને હરાવ્યું હતું. સૂર્યકુમાર યાદવે 43 બોલમાં 67 રન બનાવ્યા હતા, પરંતુ તે મુંબઈને જીત અપાવી શક્યો નહોતો.